બેંકમાં રેકી કરી, હેલ્મેટ પહેરી લૂંટતી આંતરરાજ્ય ગેંગ ઝબ્બે

  |   Rajkotnews

ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા અને પંજાબ સહિતના રાજ્યમાં બેંકમાં રેકી કરી, બાઇક પર હેલ્મેટ પહેરી પીછો કરી નાણાં લઇને જઇ રહેલી વ્યક્તિને લૂંટતી આંતરરાજ્ય ગેંગનો રાજકોટ પોલીસે ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસે પાંચ શખ્સને રૂ.2 લાખના મુદ્દામાલ સાથે દબોચી લઇ 24 ગુનાના ભેદ ઉકેલ્યા હતા. આ ગેંગે 90થી વધુ લૂંટ ચલાવ્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

બેંકમાંથી નાણાં ઉપાડીને જતા લોકોને લૂંટતી ગેંગ રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે હોવાની હકીકત મળતા ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ.એમ.ગઢવી, પીએસઆઇ ઉનડકટ અને એએસઆઇ બલભદ્રસિંહ જાડેજા સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસે ઉત્તરપ્રદેશના મુરાદાબાદની આદર્શ સોસાયટીમાં રહેતા અમિત પ્રદીપ ભાટુ, શ્રવણ ઉર્ફે ઘોટા શંકરસિંઘ ભાટુ, અખિલેશ સુખરામ ભાટુ, જીતેન્દ્ર સતિષ ભાટુ અને રાજેશ્વરપ્રસાદ જ્યોતિપ્રસાદ ભાટુને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ.1,00,500, બે બાઇક, બે મોબાઇલ અને બે હેલ્મેટ સહિત કુલ રૂ.2,01,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આગવીઢબે પૂછપરછ કરતાં આરોપીઓએ પોતાની ગેંગનું નામ ભાટુ ગેંગ હોવાનું અને ગેંગમાં 15 થી 20 લોકો હોવાની કબૂલાત આપી હતી. ભાટુ ગેંગ ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, પંજાબ સહિતના રાજ્યમાં ફરતી હતી, જે તે રાજ્યમાં પહોંચ્યા બાદ ચોક્કસ શહેરની બેંકમાં જઇ રેકી કરતા હતા અને જે કોઇ વૃદ્ધ કે વૃદ્ધા મોટી રકમ ઉપાડે તેવી જાણ થતાં જ બાઇકમાં હેલ્મેટ પહેરી તેનો પીછો કરવામાં આવતો હતો અને મોકો મળતાં જ રોકડ ભરેલો થેલો આંચકી નાસી જતા હતા. ગુજરાતમાં વડોદરામાં ચાર, ગોધરા, મોરબી અને રાજકોટ સહિત 24 ગુનાની કબૂલાત આપી હતી. આ ગેંગે દેશભરમાં 90થી વધુ લૂંટ ચલાવી લાખો રૂપિયા ઉસેડ્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું....

ફોટો - http://v.duta.us/q1PxOwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/F9_bKgAA

📲 Get Rajkot News on Whatsapp 💬