બેઝમેન્ટમાં 1 લાખ લીટર પાણી ભરાયું, હજારો પોરા મળ્યા

  |   Kutchhnews

ભુજ શહેરના નાગર ચકલા વિસ્તારમાં જય અેપાર્ટમેન્ટ છે. જેના બેઝમેન્ટમાં અેકાદ લાખ લીટર પાણી ભરાઈ ગયું હતું. જે પાણી ઉપર હજારો પોરા અને લારવા ખદબદવા લાગ્યા હતા. પરંતુ, અેપાર્ટમેન્ટના રહેવાસીઅોઅે પાણી ઉલેચાવવાની તસદી લીધી ન હતી, જેથી છેવટે બે ચાર જાગૃત નાગરિકોઅે નગરપાલિકાનો સંપર્ક સાધ્યો હતો. હાલમાં ડેન્ગ્યૂ સહીતના તાવના બનાવો વધી ગયા છે અેટલે સ્થાનિક નગરસેવક હરકતમાં અાવ્યા હતા અને પાણી ઉલેચાવ્યું હતું.

ભુજ શહેરના ગેરવાળી વંડી વિસ્તારથી નાગર ચકલા તરફ જતા વચ્ચે નાના વોકળા તરફ જવાનો રસ્તો ફંટાય છે. જે ત્રણ રસ્તા પાસે 1990થી 1992 દરમિયાન જય અેપાર્ટમેન્ટ બન્યું હતું, જેમાં ચાર માળ છે અને 15 જેટલા ફ્લેટનો રહેણાક તરીકે ઉપયોગ થાય છે બાકી પ્રથમ માળે ખાનગી અોફિસ અાવેલી છે. જે અેપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં વર્ષોથી પાણી ભરાય છે. પરંતુ, ફ્લેટધારકો પાણી ઉલેચાવતા નથી, જેથી ચાલુ સાલે સાતેક ફૂટ સુધી પાણી ભરાઈ ગયું હતું. બીજી બાજું નાગરચકલા વિસ્તારમાં ડેન્ગ્યૂના 14 જેટલા કેસ નોંધાયા બાદ અેપાર્ટમેન્ટનો અેકાદ જાગૃત નાગરિક નગરપાલિકામાં રજુઅાત કરવા દોડ્યો હતો....

ફોટો - http://v.duta.us/m6rQ3AAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/q3ZELgAA

📲 Get Kutchh News on Whatsapp 💬