બનાસકાંઠા / છાપી પોલીસ સ્ટેશનના Psi અને Lcbના પોલીસ કર્મી સહિત 5ને ઓઈલ ચોરીની રેડમાં સસ્પેન્ડ કરાયા

  |   Palanpurnews

છાપીના પોલીસકર્મીઓ સહિત 2 એલસીબી પોલીસ કર્મીઓએ ઓઈલ ચોરીની રેડ કરી હતી

ભુજ રેન્જ પોલીસની રેડમાં 45 લાખનો મુદ્દામાલ ઝડપાયો હતો

પાલનપુર: બનાસકાંઠામાં પીએસઆઈ સહિત પાંચ પોલીસકર્મીઓને જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કરતાં પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. છાપી પોલીસે અગાઉ કરેલી રેડ નીલ બતાવી હતી પરંતુ ભુજ રેન્જ પોલીસની રેડમાં 45 લાખનો મુદ્દામાલ ઝડપાયો હતો. બનાસકાંઠા એસપીએ ફરજમાં બેદરકારી દાખવનાર છાપી પોલીસ અને એલસીબીના પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે.

પીએસઆઈ સહિતના પોલીસ કર્મી સસ્પેન્ડ

પી.એસ.આઈ. આઈ.એચ.હિંગોરા, એ.એસ.આઈ. ગણપતભાઈ ભીખાભાઈ, કોન્સ્ટેબલ ધીરેનકુમાર હીરાલાલ અને મહેશભાઈ હરીભાઈ તેમજ એક અન્ય પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયા છે.

ઓઈલ ચોરીની રેડમાં નીલ બતાવ્યું હતું

બનાસકાંઠામાં છાપીના પોલીસકર્મીઓ સહિત 2 એલસીબી પોલીસ કર્મીઓએ ઓઈલ ચોરીની રેડ કરી હતી. જેમાં તેમણે રેડને નીલ બતાવી કંઈ હાથ ન લાગ્યું હોવાનું જણાવ્યું હતું. પરંતુ જ્યારે સરહદી ભુજ રેન્જ પોલીસે બાતમીના આધારે રેડ કરી ત્યારે બે આરોપી સહિત 45 લાખનો મુદ્દામાલ હાથ લાગ્યો હતો. જેની નોંધ બનાસકાંઠા એસ.પી.ને અગાઉ રેડમાં છાપી પોલીસે ફરજમાં બેદરકારીની જાણ થઈ હતી. જેથી તાત્કાલિક ધોરણે છાપી પીએસઆઈ સહિતના પાંચ પોલીસકર્મીઓ સસ્પેન્ડ કરી દીધા છે.

ફોટો - http://v.duta.us/wjWXTgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/Om0gQwAA

📲 Get Palanpur News on Whatsapp 💬