બાયપાસ સર્જરી કરાવી હોવા છતાં 64 વર્ષના ડોક્ટર રેશ્મા શાહ 64 સ્ટેપના દોઢિયા રમે છે

  |   Suratnews

સુરત | 'આમ તો હું 64 વર્ષની થઈ છું પરંતુ હજી પણ નોનસ્ટોપ 2થી 3 કલાક સુધી ગરબા રમી શકું છું. ' શહેરના એક ઓડિટોરિયમમાં ડાન્સ ફેસ્ટિવલ યોજાયો હતો, જેમાં 64 વર્ષના ડો.રેશ્મા શાહે પરફોર્મ કર્યુ હતું, રેશ્મા શાહે સિટી ભાસ્કર સાથે એમના અનુભવો શેર કર્યા હતાં.

પતિના મૃત્યુ પછી આઘાત દૂર કરવા માટે ગરબા અને દોઢિયાની પ્રેક્ટિસ કરતી, નિયમિત દોઢ કલાક જીમિંગ કરું છું

મ ને નાનપણથી ગરબા અને ડાન્સનો શોખ હતો, 10 વર્ષની હતી ત્યારથી ડાન્સ સ્પર્ધામાં ભાગ લઈ રહી છું. નવરાત્રિમાં દર વર્ષે હું વિવિધ જગ્યાએ યોજાતી સ્પર્ધામાં ભાગ લઉ છું. હું જ્યાં પણ જાઉ છું ત્યાંથી ઈનોમી જીતું જ છું. શહેરના એક ગરબા ગ્રુપ સાથે જોડાયેલી છું. અમારા ગ્રુપમાં સૌથી મોટી ઉંમરની મહિલા હું જ છું. મને પહેલેથી શોખ હતો એટલા માટે હું ગરબા કરી રહી છું. વર્ષ 2010માં મારા હાર્ટમાં પ્રોબ્લેમ આવ્યો હતો એટલે મારી બાયપાસ સર્જરી કરવામાં આવી હતી. એ વખતે 1 વર્ષ સુધી મેં બધી પ્રેક્ટિસ બંધ કરી હતી. પરંતુ 1 વર્ષ પછી મેં ધીરે ધીરે ફરીથી શરૂઆત કરી હતી. 9 વર્ષ પહેલા જ્યારે મારા પતિનું મૃત્યું થયું હતું ત્યારે અચાનક જ એક મોટો આઘાત લાગ્યો હતો. એ સમયે આઘાતમાંથી બહાર આવવા માટે હું ગરબા અને ડાન્સની વધારે પ્રેક્ટિસ કરતી હતી, અને તેના કારણે જ હું નોર્મલ થઈ શકી હતી. હાલ ગરબાની સાથે-સાથેે ડોક્ટરની પ્રેક્ટિસ પણ કરી રહી છું. સવારે 10 થી 1 અને સાંજે 6 થી 9 મારો પ્રેક્ટિસનો સમય છે.નો છે. હું મારા કામ સાથે સરળતાથી મારી પ્રેકટિસ મેનેજ કરી લઉં છું. નવરાત્રિના સમયે જૂનથી ઓકટોબર મહિના સુધી પ્રેક્ટિસ કરું છું. હું અત્યારે 64 સ્ટેપ સુધીના ગરબા પણ કરી શકું છું. મેં કોઈ દિવસ એવું નથી વિચાર્યું કે હું નહીં કરી શકીશ. જો આપણું વિલ પાવર સ્ટ્રોંગ હોય તો કોઈપણ ઉંમરે અને કોઈપણ સમયે આપણે ચાહીએ તે કરી શકીએ. ડો. રેશ્મા શાહ...

ફોટો - http://v.duta.us/SHfJ7wAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/06TF3AAA

📲 Get Surat News on Whatsapp 💬