મતદારયાદી ચકાસણી કાર્યક્રમ 18 નવેમ્બર સુધી ચાલુ રહેશે

  |   Jamnagarnews

જામનગર | દ્વારકા જિલ્લામાં મતદારયાદી ચકાસણી કાર્યક્રમ (EVP) તા.15 સુધી ચાલુ રહેનાર હતો જેમાં હવે ચુંટણીપંચ દ્વારા તા.18 નવે. સુધી ચાલુ રાખવા માટે જણાવવામાં આવ્યું છે. મતદારો વેબ પોર્ટલ પર (www.nvsp.in) લોગીન કરી અથવા એન્‍ડ્રોઇડ એપ (વોટર હેલ્‍પલાઇન) પર મતદાર યાદીમાં પોતાની તથા પોતાના કુટુંબના મતદારયાદીમાં નોંધાયેલ તમામ સભ્‍યો, વધુમાં ચકાસણી માટે જિલ્‍લાના ઇ-ગ્રામ તથા સી.એસ.સી. કેન્‍દ્રો તથા પ્રાંત અધિકારીશ્રીની કચેરીઓ ખાતે રૂબરૂ વિગતો આપીને ચકાસણી કરી શકશે. દિવ્‍યાંગ મતદારો 1950 ટોલફ્રી હેલ્‍પલાઇન પર ફોન કરીને કામગીરી કરી શકશે અને સુધારેલી વિગતો પણ આપી શકશે. તેમ નાયબ જિલ્‍લા ચુંટણી અધિકારી દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/D5zTLwAA

📲 Get Jamnagar News on Whatsapp 💬