રાજકોટ / 'એના વિના જીવું એટલી હિંમત નથી, હાર માની લીધી' બહેનને વોટ્સઅપ મેસેજ કરી યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો

  |   Rajkotnews

પ્રેમમાં નિષ્ફળતા મળતા કોટડા સાંગાણીના અભય ભુતનો ફાંસો ખાઇ આપઘાત

રાજકોટ: એના વિના જીવું એટલી હિંમત નથી એટલે બસ હાર માની લીધી એવો વોટ્સઅપ મેસેજ બહેનને કરી કોટડાસાંગાણીમા યુવાને ગળેફાંસો ખાય આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. કોટડાસાંગાણીમાં સરદાર ચોક પાસે ભાડવા રોડ પર રહેતા 21 વર્ષીય અભય જગદીશભાઈ ભુત નામનો યુવાન પ્રેમમાં નિષ્ફળ જતા ગત રાત્રે 11 વાગ્યા આસપાસ હડમતાળા રોડ પર આવેલી તેમની વાડીના મકાનની આડી પર દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

બહેને સવારે મેસેજ વાંચતા પરિવારજનો વાડીએ દોડી ગયા

અભય પોતે કોઈ યુવતીના પ્રેમમાં હોય પરંતુ તે પ્રેમમા નિષ્ફળ ગયો હોય લાગી આવતા આ પગલું ભરી લીધાનું સામે આવ્યું છે. અભયે આત્મહત્યા કરતા પહેલા તેમની બહેનને વ્હોટ્સેપમા મેસેજ કરી પોતે પ્રેમમા નિષ્ફળ જવાથી આત્મહત્યા કરતો હોવાનું જણાવ્યું હતું. જે મેસેજ તેમની બહેન દ્વારા વહેલી સવારના સમયે વાંચતા બનાવની જાણ થઈ હતી. આથી પરિવારજનોને વાત કરતા બધા વાડીએ દોડી ગયા હતા ત્યારે મકાનની આડી પર અભયનો લટકતો મૃતદેહને જોતા પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા. કોટડાસંગાણી પોલીસ વધુ તપાસ કરી રહી છે.

ફોટો - http://v.duta.us/rnH-YgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/Q7HNhwAA

📲 Get Rajkot News on Whatsapp 💬