રાજકોટ | ડેન્ગ્યુના કેસ સતત વધી રહ્યા હોવાથી મહાનગરપાલિકાના આરેાગ્ય

  |   Rajkotnews

રાજકોટ | ડેન્ગ્યુના કેસ સતત વધી રહ્યા હોવાથી મહાનગરપાલિકાના આરેાગ્ય વિભાગે રેપીડ ફીવર સર્વે શરૂ કર્યો છે. જેમાં આરોગ્ય વિભાગની ટીમ ઘરે ઘરે જઇ લોકોનો આરોગ્ય લક્ષી સર્વે કરે છે. બુધવારે કરેલા સર્વેમાં 715 તાવના દર્દીઓ મળ્યા હતા અને 443 દર્દીઓ નજીકના આરોગ્ય કેન્દ્રમાં રીફર કરવામાં આવ્યા હતા. બીજી તરફ શહેરમાં વધુ 56 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ ઇસ્ટ ઝોનમાં નોંધાયા છે. મનપાએ મચ્છર ઉત્પતિ બદલ વધુ 40 આસામીઓને નોટિસ ફટકારી છે.

શહેરમાં બુધવારે વધુ 56 ડેન્ગ્યુના દર્દીઓ તંત્ર સામે આવ્યા હતા. જેમાં ઇસ્ટ ઝોનમાં 26, સેન્ટ્રલ ઝોનમાં 18, વેસ્ટ ઝોનમાં 12 દર્દીઓ હતા. જો કે આ આંકડો મહાનગરપાલિકાએ સત્તાવાર જાહેર કર્યો નથી. સવારથી સાંજ સુધીમાં 11342 ઘરોમાં સર્વે દરમિયાન 37152 પાત્રોની ચકાસણી કરી હતી. આ રેપીડ ફીવર સર્વેમાં 715 તાવના દર્દીઓ મળ્યા હતા.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/27L0QwAA

📲 Get Rajkot News on Whatsapp 💬