રાજકોટ / ભૂતખાના ચોકમાં St બસની ઠોકરે ચરાડવા ગામનાં આધેડનું મોત

  |   Rajkotnews

મિત્ર બોલાવવા ગયા ત્યાં અકસ્માત નડ્યાની ખબર પડી

રાજકોટ:ભૂતખાના ચોકમાં એસટી બસની ઠોકરે ચડી જતાં ચરાડવાનાં સતવારા આધેડનું મોત નિપજ્યું છે. રાજકોટ કનક રોડ પર મનોચિકિત્સકને બતાવવા માટે આ આધેડ પોતાના મિત્ર સાથે આવ્યા હતાં. તે દરમિયાન આ અકસ્માત થયો હતો.

પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી

મળતી માહિતી અનુસાર ચરાડવા રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં ગોપાલભાઇ પરષોત્તમભાઇ ચૌહાણ(ઉં.45)ને રાજકોટ કનક રોડ પર ડોક્ટરને બતાવવાનું હોવાથી તેઓ પોતાનાં મિત્ર હિતેષભાઇ જેન્તીભાઇ હાલાણીને લઇને આજે રાજકોટ આવ્યા હતાં. પોણા બારેક વાગ્યે બંને કલીનીક ખાતે વારામાં બેઠા હતાં. એ દરમિયાન વારો આવવાની વાર હોઇ ગોપાલભાઇ 'હમણા આવું' તેમ મિત્રને કહીને બહાર નીકળી ગયા હતાં. વારો આવવાનો હોઇ મિત્ર હિતેષભાઇ ગોપાલભાઇને શોધવા નીકળ્યા ત્યાં ભુતખાના ચોકમાં તેને અકસ્માત નડ્યાની ખબર પડી હતી. 108 મારફત બેભાન હાલતમાં ગોપાલભાઇને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે તેને મૃત જાહેર કરતાં હિતેષભાઇ શોકમાં ગરક થઇ ગયા હતાં. હાલ તો સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

ફોટો - http://v.duta.us/mSrTuQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/boUrfAAA

📲 Get Rajkot News on Whatsapp 💬