રોજગાર માટે વિદેશ જવા ઇચ્છુક ઉમેદવારો માટે માર્ગદર્શિકા પ્રસિદ્ધ

  |   Jamnagarnews

જામનગર | ભારત સરકારના વિદેશ મંત્રાલય નવી દિલ્હી દ્વારા વિદેશ રોજગાર માટે જવા ઇચ્છુક ઉમેદવારો વિવિધ ઠગ/લેભાગુ એજન્ટોના ભોગ ન બને તે માટે વિદેશ રોજગાર માટેની સેવાઓ Ministry of external affairs & Overseas Indian Affairs-india, New delhi તરફથી માન્યતા ધરાવતી નોંધાયેલ સંસ્થાઓની યાદી વેબ સાઇટ emigrate.gov.in પર પ્રસિધ્ધ કરવામાં આવી છે. વિદેશ કારકિદી ઘડવા તથા નોકરી મેળવવા ઇચછુક ઉમેદવારોએ ફકત વિદેશ મંત્રાલય દ્વારા નોંધણી કરાવેલ ભરતી એજન્ટોના માધ્યમથી જ વિદેશ જવું અને લેભાગુ અને ઠગ એજન્ટો દ્વારા ન જવું કે જેનાથી આપની છેતરામણી થવાની શકયતા હોય. વિદેશ જતા સમયે કોઇપણ વ્યક્તિ દ્વારા આપવામાં આવતું કોઇપણ પ્રકારનું પેકેટ લઇને જવું નહી, જેથી આપ ફસાઇ ન જાઓ તથા જતા પહેલા જે કામ માટે જાવ તે માટેનું સંપુર્ણ પ્રશિક્ષણ/તાલીમ મેળવીને જવું. વિદેશ જતાની સાથે જ ભરતી દુતાવાસનો સંપર્ક કરવો તો વધુ માહિતી માટે ટોલ ફ્રી નં.1800113090 પર સંપર્ક કરવા જીલ્લા રોજગાર કચેરી દેવભૂમિ દ્વારકા દ્વારા જણાવાયું છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/7U8hbwAA

📲 Get Jamnagar News on Whatsapp 💬