રોહા-સુમરીના ખેડૂતની જમીન પર દબાણનો અાક્ષેપ

  |   Kutchhnews

નખત્રાણાના રોહા-સુમરી ખાતે અાવેલી અેક દલિત ખેડૂતની જમીનમાં દબાણનો અાક્ષેપ કરાયો છે. અા અંગે નાયબ કલેક્ટર, મામલતદાર સમક્ષ પણ રજૂઅાત કરાઇ છે, છતાં કોઇ પગલા ભરવામાં અાવ્યા નથી.

અા અંગે અરજદાર ગોપાલ વેરશી નામના દલિત વ્યક્તિઅે અા અંગે રજૂઅાત કરી છે. જેમાં તેઅોઅે જણાવ્યું છે કે, નલિયા હાઇવે પર રોહા-સુમરી ગામ ખાતે જમીન અાવેલી છે. અહીં પાણીનો વહેણ અાવેલો છે. તેમાં દબાણ કરવામાં અાવ્યું છે. પાણીના વહેણ અને ખેતીની જમીન પણ દબાવી દેવામાં અાવી છે. દિવાલ કરી પાકુ બાંધકામ કરી લેવાયું છે. પાણીનું વહેણ બંધ થઇ જતાં વરસાદી પાણી અરજદારના ખેતરમાં પ્રવેશવાની ભીતિ છે. સરપંચ પતિ અનવર પીનુ સમેજાને પણ જાણ કરવામાં અાવી હતી. પરંતુ સરપંચ પતિ દબાણકર્તાનો કાકા થતાં હોવાથી કોઇ પગલા ભરવામાં અાવ્યા નથી તેવો અાક્ષેપ કરાયો છે. હાલ વરસાદી પાણીના કારણે પાકને નુકસાન થયું હોવાની પણ અરજી કરી હતી. તેમાં પણ કોઇ પગલા ભરવામાં અાવ્યા નથી. વળી, અરજદારને હવે ધાક-ધમકીઅો પણ અાપવામાં અાવી છે. ગ્રામ પંચાયતના સામાજીક ન્યાય સમિતીના સભ્ય સહિતના લોકોઅે અા મામલામાં પગલા ભરવા માંગ કરી છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/Zv3IEAAA

📲 Get Kutchh News on Whatsapp 💬