વીજળી જ નથી તો આને શંુ કરવા ? ખેડૂતોએ વીજ કચેરીએ જ ઉપકરણોનો ઢગલો કરી દીધો

  |   Jamnagarnews

ખંભાળિયા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી પીજીવીસીએલે નિયમિત વિજપુરવઠો આપવા ધાંધિયા શરૂ કર્યા છે.ગ્રામ્ય પંથકમાં વિજપુરવઠો ન મળતા ખેડુતો ત્રાહીમામ પોકારી ગયા છે.તો બીજી બાજુ અધિકારીઓ લાઇન ફોલ્ટમાં છે તેવા ગાણા ગાઇ રહ્યા છે.સમયસર બિલનું ચુકવણું કરવા છતા પુરતી વિજળી ન મળતા ખેડુતોને ભારે હાલાકી પડી રહી છે.ત્યારે 500 જેટલા ખેડુતોએ પીજીવીસીએલ સામે અનોખો વિરોધ નોંધાવ્યો હતો.વિજપુરવઠો ન મળતા ઇલેક્ટ્રીક ઉપકરણો કચેરીમાં જમા કરાવી પીજીવીસીએલ કચેરીમાં સુત્રોચ્ચાર કર્યા હતાં.

ખંભાળિયાના વડત્રા સબડિવિઝન તેમજ કલ્યાણપુરના ધતુરિયા સબ ડિવિઝન હેઠળ આવતા 100 જેટલા ગામડાને ક્યારેય નિયમિત વિજળી મળતી નથી.વડત્રા સબ ડિવિઝન તો પહેલેથી ક્ષતિગ્રસ્ત રહે છે.વખતોવખત ખેડુતોની રજુઆતો છતા પીજીવીસીએલના અધિકારીઓ આજદિન સુધી કાયમી ઉકેલ લાવવા નિષ્ફળ રહ્યા છે.છેલ્લા કેટલાક દિવસોથી ખંભાળિયાના ગ્રામ્ય પંથકોમાં વિજળી ન મળતા છતા પાણીએ ઉભો પાક પણ સુકાઇ રહ્યા છે.વારંવાર રજુઆતો કરવા છતા પીજીવીસીએલના અધિકારીઓ વિજસમસ્યા ન ઉકેલતા બે દિવસ પુર્વે પણ ખેડુતોએ કચેરીની તાળાબંધી કરી હતી.બે દિવસ થવા છતા વિજફોલ્ટ રિપેર ન થતા વિફરેલા ખેડુતો ઇલેક્ટ્રીક ઉપકરણો લઇને ખંભાળિયા પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા હતાં.પંખા,પાણી ખેંચવાની મોટર,બલ્બ સહિતના ઉપકરણો કચેરીમાં જમા કરાવી ઓનોખો વિરોધ નોંધાવ્યો હતો.અને તાત્કાલીક વિજસમસ્યા ઉકેલવા લેખિતમાં બાંહેધરી આપવા માંગ પર ખેડુતો અડગ રહ્યા હતાં.મહત્વનું છે કે,50 થી 250 કાર નો કાફલો અને સાથે 500 કર્મચારી/અધિકારી લઈ ખેડૂતોને દંડવા દોડતા પીજીવીસીએલ પાસે દંડ કરવા 250 કાર હોય છે પણ ફોલ્ટ થાય ત્યારે રીપેર કરવા એક મોટર સાઇકલ કે એક લાઈનમેન/હેલ્પર પણ હોતા નથી જે ખુબજ ગંભીર બાબત છે....

ફોટો - http://v.duta.us/hyTsRwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/8Cjy-QAA

📲 Get Jamnagar News on Whatsapp 💬