સંકુલના ખખડધજ રસ્તાનું શરૂ કરાયું નવીનીકરણ

  |   Kutchhnews

રાજ્ય સરકાર દ્વારા ગાંધીધામ પાલિકાને 3.30 કરોડના ખર્ચે રસ્તાના નવીનીકરણ માટે ગ્રાન્ટ આપવામાં આવી હતી. ટેન્ડર બહાર પાડવાની પ્રોસીજર વગર અગાઉ કામ કરેલ એજન્સીઓ કે વાર્ષિક ભાવ ધરાવતી એજન્સીઓને કામ આપવા સૂચના આપવામાં આવી હતી. રાતોરાત કામગીરી શરૂ કરાવીને દિવાળી પહેલા રસ્તાના નવીનીકરણ માટે આપવામાં આવેલા આદેશમાં પાલિકા પાસે અંદાજે 3થી 4 જેટલા ઠેકેદારો વચ્ચે હરીફાઇ હોવા પછી ધણી માતંગ દેવ રોડના અંદાજે સવા કરોડના કામમાં જેને કામ સોંપાયું હતું તે ગણેશ કન્ટ્રકશન એજન્સીને લોટરી લાગી હતી અને હાલ આ કામ આપવામાં આવ્યું છે. જોકે, અગાઉ આ એજન્સી સુંદરપુરીના દબાણ સહિતના મુદ્દે પાલિકા પર દોષારોપણ કરીને કામ છોડી દીધું હતું. આમ કામ છોડી દીધેલ એજન્સીને કરોડો રૂપિયાના કામ આપી દેવાના ગણિત પાછળ પાલિકાના કયા અધિકારી અને પદાધિકારીને મમત્વ ઉભરાયું હશે તે એક રહસ્ય છે. આ એજન્સી દ્વારા આજે શીવાજી પાર્ક રોડ પર કામગીરીનો આરંભ કરીને શ્રીગણેશ કરી દીધા છે....

ફોટો - http://v.duta.us/wkJwQAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/ySgOlQAA

📲 Get Kutchh News on Whatsapp 💬