સોશિયલ મિડિયામાં વિડીયો વાયરલ થતા ફુડ વિભાગે બે સેમ્પલ લીધા

  |   Kutchhnews

શહેરના હોસ્પિટલ રોડ પર અાવેલા ખાવડા મેસુક ઘરમાંથી ફુડ વિભાગે મીઠાઇના 2 સેમ્પલ લઇ તેને પરિક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી અપાયા છે. સોશીયલ મિડીયામાં અેક વિડીયો વાયરલ થયા બાદ ફુડ વિભાગને અા કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.

ફુડ વિભાગના ડેઝિગ્નેટેડ અોફીસર અેમ.જી.શેખે અાપેલી વિગત અનુસાર ખાવડા મેસુક ઘરમાંથી અેક ગ્રાહકે ખરીદેલ ગુલાબપાકમાં ફુગ વળેલી દેખાતાં ગ્રાહકે દુકાનમાં ઘસી જઇ વેપારી સાથે થયેલ સંવાદ સાથેનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ કર્યો હતો. સુચીત ફરિયાદ અનુસંધાને બુધવારે અહીથી માવાની મીઠાઇના 2 સેમ્પલ મેળવાયા હતા. જોકે તેમણે અેવું પણ ઉમેર્યું કે અા ગ્રાહકે ગુલાબપાક અઠવાડિયા પહેલાં ખરીદયો હતો સામાન્ય રીતે અાવી મીઠાઇ 2થી 3 દિવસમાં ખાઇ જવી હિતાવહ હોવા છતાં તેને સંગ્રહી રખાતાં અા પ્રશ્ન ઉભો થયો હતો. વધુમાં દિવાળીના પર્વ અનુસંધાને ભુજ, ગાંધીધામ સહિત જિલ્લા ભરમાં ખાસ ટીમો બનાવી ભેળસેળની તપાસ કરવામાં અાવશે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/LvJ6PwAA

📲 Get Kutchh News on Whatsapp 💬