સિંહોનું ઘર ખુલ્યું, સાવજો દર વર્ષે ગુજરાત સરકારને કમાઈને આપે છે આટલા કરોડ રૂપિયા

  |   Gujaratnews

સિંહોનું ચાર મહિનાનું વેકેશન પૂરું થયા બાદ આજે સવારે સાસણ સિંહ સદન ખાતેથી પ્રવાસીઓને ગીર અભયારણ્યમાં રવાના કર્યા હતા. ગીરના સાવજોને જોવા માટે દેશ વિદેશમાંથી દરવર્ષે 5.50 લાખ પ્રવાસીઓ આવે છે, જેમાં 10 હજાર ઈન્ટરનેશનલ ટુરીસ્ટનો સમાવેશ થાય છે, જે લોકોના સિંહદર્શનથી ગીરના સાવજો દર વર્ષે રાજ્ય સરકારના વન વિભાગને આશરે 10 થી 11 કરોડ જેવી અધધ આવક રળીને આપે છે. તે રકમનો ઉપયોગ સિંહ કન્ઝર્વેશન માટે કરવામાં આવે છે.

સાસણ ડીએફઓ મોહન રામે જણાવ્યું કે, આજે સિંહોનું ચાર મહિનાનું વેકેશન પૂરું થતા સવારે પ્રવાસીઓને સિંહ દર્શન માટે રવાના કરવામાં આવ્યા હતા. જેમાં દર વર્ષે ગુજરાત ઉપરાંત રાજસ્થાન, વેસ્ટ બેંગોલ, તમિલનાડુ સહિતના રાજ્યોમાંથી તેમના તહેવારની રજાઓમાં અહી સાસણ આવે છે. જેનાથી છેલ્લા પાંચ વર્ષમાં સાસણની આવક ખુબ જ વધી છે. જેનો લાભ સીધો સિંહો અને સાસણ ગામને થાય છે....

ફોટો - http://v.duta.us/4VFIyAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/D9W0-wAA

📲 Get gujaratnews on Whatsapp 💬