હાલારમાં રોકેટગતિએ ફેલાતો ડેન્ગ્યુ : વધુ 237 કેસ પોઝિટિવ

  |   Jamnagarnews

જામનગર સહીત હાલારભરમાં છેલ્લા પખવાડીયાથી ડેન્ગ્યુના જીવલેણ અડીંગાએ આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચાવી છે. જયારે રાજયના આરોગ્ય કમિશ્નર પર જામનગર અને દ્વારકાની મુલાકાતે દોડી આવ્યા હતા. દ્વારકા જિલ્લામાં રોગચાળાની પરીસ્થિતનને લક્ષમાં રાખી અન્ય જિલ્લામાંથી બાર એમબીબીએસ તબીબોને ડેપ્યુટેશન પર મુકવામાં આવ્યા છે.જયારે નવા તેર આયુષ તબીબની જગ્યા પણ મંજુર કરવામાં આવી છે.

જામનગરમાં ચાલુ વર્ષે ડેન્ગ્યુના રોગચાળાએ માઝા મુકતા જીવલેણ બની ગયેલા રોગને અટકાવવા માટે આરો્ગ્ય તંત્ર દ્વારા સઘન કવાયત હાથ ધરવામાં આવી રહી છે. જેમાં શહેર-જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ખાસ સફાઇ ઝુંબેશ સાથે ફોગીંગની કામગીરી કરવામાં આવી રહી છે. જો કે,આ કવાયત છતા પણ ડેન્ગ્યુ હજુ સુધી નિરંકુશ રહ્યો હોવાનું ચિત્ર ઉપસી રહ્યુ છે. જામનગરની સરકારી હોસ્પિટલમાં બુધવારે ડેન્ગ્યુના વધુ 64 પોઝિટિવ કેસો નોંધાયા છે. જામનગર-દ્વારકા જિલ્લામાં ડેન્ગ્યુના અવિરત ડેરા તંબુના પગલે રાજયના આરોગ્ય કમિશનર પણ દોડી આવ્યા હતા. જામનગરના તબીબો સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક બાદ બુધવારે આરોગ્ય કમિશનરે દેવભુમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે ગયા હતા....

ફોટો - http://v.duta.us/qZeWZwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/vWLqqQAA

📲 Get Jamnagar News on Whatsapp 💬