હવે એક જ દિવસમાં અને તમારા ગામમાં જ મળી જશે આ એક પ્રમાણપત્ર, નહીં જવું પડે મામલતદાર કચેરી

  |   Gujaratnews

રાજ્યના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી સ્તરેથી જ સ્થાનિક નાગરિકોને આપવા બુધવારે નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને આવકનો દાખલો મેળવવા હવે તાલુકા-જિલ્લા મથક સુધી લાંબા થવું પડશે નહી, ઘરઆંગણે એક જ દિવસમાં આવકનો દાખલ ઉપલબ્ધ થશે.

ઉપરોક્ત નિર્ણય સંદર્ભે વિભાગના નાયબ સચિવ મનીષ મોદીની સહીથી બુધવારે પ્રસિદ્ધ પરિપત્રમાં કહેવાયું છે કે, ગ્રામ કક્ષાએ ઈ-ગ્રામ વિશ્વ ગ્રામ કન્દ્રો મારફતે આવકનું પ્રમાણપત્ર ઉપલબ્ધ થઈ શકશે. ગ્રામ કક્ષાએ તલાટી કમ મંત્રી પોતાને સોંપાયેલા ગામ, સેજા કે જૂથની ગ્રામ પંચાયતમાં રહેતા પરિવારોના નાગરિકોને રૃપિયા પાંચ લાખની આવકમર્યાદા સુધીમાં આવકનું પ્રમાણપત્ર ઈસ્યુ કરી શકશે.

મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સ્તરે જે રીતે આવકનું પ્રમાણપત્ર આપતા પૂર્વે ચેકલિસ્ટ તૈયાર થાય છે તેમ કુટુંબના સભ્યોની વિગતો, દૂધ મંડળીના પ્રમુખ કે મંત્રીનો અભિપ્રાય, જમીનની વિગતો, અરજદારનો જવાબ, સોગંદનામું, પંચનામું સહિતની વિગતો તલાટી કમ મંત્રી સ્તરેથી પણ ચકાસવાની રહેશે....

ફોટો - http://v.duta.us/06CMkQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/z-0NSwAA

📲 Get gujaratnews on Whatsapp 💬