119 છાત્રના વાહન જપ્ત વાલીઓને 79,300નો દંડ

  |   Suratnews

લાયસન્સ વિના વાહન ચલવતો વિદ્યાર્થી બીજી વખત પકડાશે તો ટ્રાફિક પોલીસ સીધો જ કોર્ટ મેમો આપશે. જેમાં કોર્ટ વાલીને ત્રણ વર્ષની જેલની સાથે રૂા. 25 હજારનો દંડ કરશે. બે દિવસમાં ટ્રાફિક પોલીસે 5 વાલીઓને કોર્ટ મેમો આપ્યો છે. ટ્રાફિક પોલીસે બુધવારના દિવસે પણ અલગ અલગ ટીમ બનાવીને લાયસન્સ વિના વાહન ચલવતા 172 વિદ્યાર્થીઓને પકડયા છે. જેમાં 119ના વિદ્યાર્થીના વાહન પોલીસે જપ્ત કર્યા છે તો 49 વિદ્યાર્થીના વાલીને સ્થળ પર બોલાવી રૂા. 79,300 દંડ ભરાવ્યો છે.

આ રીતે ખબર પડશે બીજી વખત વાહન પકડાયું

લાયસન્સ વિના વાહન ચલાવતા વિદ્યાર્થીઓના પોલીસે વાહન જપ્ત કર્યા છે. જેનું લિસ્ટ બનાવ્યું છે. હવે એ વિદ્યાર્થી લાયસન્સ વિના વાહન ચલાવતા પકડાશે કે પોલીસ લિસ્ટ ચેક કરીને કોર્ટ મેમો આપી દેશે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/hmlRCgAA

📲 Get Surat News on Whatsapp 💬