144 દિવસથી ભેદી રીતે ગુમ બીલના દંપતી અને સગીરાની અંતે ભાળ મળી

  |   Vadodaranews

શહેર નજીક બિલ ગામમાં રહેતું યુવા પાડોશી દંપતી 12માં ધોરણમાં અભ્યાસ કરતી કિશોરીને અંબાજી દર્શન કરવાના બહાને લઇ ગયા બાદ રહસ્યમય સંજોગોમાં ત્રણેય ગુમ થઇ ગયા હતા. માંજલપુર પોલીસે અથાગ પ્રયાસો બાદ 144 દિવસ પછી ત્રણેયને નાસીક અને શિરડીની આસપાસથી શોધી કાઢયા હતા. પોલીસની ટીમ બુધવારે બપોર પછી ત્રણેયને લઇને વડોદરા આવવા નિકળી ગઇ હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

6 જુને બીલના મનહર કેશવભાઈ રોયે માંજલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, 17 વર્ષીય દીકરી પડોશમાં અર્હમ બંગ્લોઝમાં રહેતા કશ્યપભાઈ ઉમેશભાઈ પટેલ અને તેમની પત્ની કવિતાબેન પાસે ધો. 9થી 12 સુધી ટ્યૂશનમાં જતી હતી. તા. 29 મેના રોજ કવિતાબેન અને કશ્યપ તેમના ઘરે આવ્યાં હતાં ત્યારે વિદિશા ધો.12માં પાસ થઈ ગયેલ છે, અમે અંબાજી જઇએ છીએ, જેથી તમે વિદિશાને અમારી સાથે મોકલો, અમે દર્શન કરી પરત આવી જઈશું તેમ જણાવ્યું હતું. વિદિશાને લઇ કશ્યપ પટેલ તથા તેની પત્ની કવિતા પટેલ રાત્રે 8.30 વાગ્યે અંબાજી જવા નીકળ્યાં હતાં. બીજા દિવસે બપોરે 2.30 વાગે કશ્યપ પટેલનો ફોન આવ્યો હતો અને અમે અંબાજી પહોંચ્યાં છીએ, દર્શન કરવા જઇએ છે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ સાંજે તેમણે કશ્યપને અને તેની પત્નીને અવારનવાર ફોન કર્યા હતા ત્યારે ફોન સ્વિચ ઓફ આવી રહ્યા હતા. જેથી તેમણે માંજલપુર પોલીસની મદદ લીઘી હતી. પરંતુ ગુમ થયાના 10 દિવસ પછી પણ વિદિશા નહીં મળી આવતાં તેમણે માંજલપુર પોલીસમાં કશ્યપ પટેલ અને કવિતા પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.દરમિયાન, 144 દિવસની સતત શોધખોળ બાદ માંજલપુર પોલીસને ત્રણેય જણા નાસિક અને શીરડીની આસપાસ હોવાનું જાણવા મળ્યું હતું, જેથી માંજલપુર પોલીસના ઇન્ચાર્જ પીઆઇ ઝાલા સહિતની ટીમ નાસીક પહોંચી હતી. સુત્રોએ જણાવ્યું હતું કે બુધવારે દંપતી અને કિશોરી મળી જતાં પોલીસે તેમનો કબજો લીધો હતો....

ફોટો - http://v.duta.us/8J-oYgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/JzBI_gAA

📲 Get Vadodara News on Whatsapp 💬