24 વર્ષમાં પહેલી વાર કોઝ‌વે 82 દિવસ સુધી ઓ‌વરફલો

  |   Suratnews

1995માં વિયર કમ કોઝવેનું નિર્માણ થયાના 24 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર 82 દિવસ સુધી સતત ઓવરફલો થવાના કારણે વાહન વ્યવહાર માટે બંધ છે. વર્ષ 2006માં શહેરમાં આવેલા ભયંકર પૂર બાદ પણ કોઝવે આટલો લાંબો સમય સળંગ ઓવરફલો થવાથી બંધ રહ્યો ન હતો. તે વખતે ઉકાઇ ડેમમાંથી 9.61 લાખ ક્યુસેક કરાયેલા હેવી ડિસ્ચાર્જથી કોઝવેના સ્ટ્રકચરને નુકસાન થતાં રિપેરીંગ માટે પાછળથી બંધ કરાયો હતો.

ચાલુ સિઝનમાં ઉપરવાસમાં ભારે વરસાદથી ઉકાઇ ડેમમાંથી સતત પાણી છોડાયું હતું. જેથી સળંગ કોઝવે બંધ રહ્યો છે. સુરત જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે 27 જુલાઇએ કોઝવે ઓવરફલો થયો હતો. ત્યારબાદ ઉકાઇના ઉપરવાસમાં ભારે વરસાદથી સતત પાણી છોડાતા આજ સુધી કોઝવે ઉપરથી પાણી વહી રહ્યું છે. હાલમાં કોઝવેની સપાટી ભયજનક 6 મીટરથી 0.22 મીટર ઉપર છે. હાલ કાંકરાપારથી પાણીનો ડિસ્ચાર્જ બંધ થઇ ગયો છે. જેથી આગામી બે દિવસમાં કોઝવેનું લેવલ નીચે આવશે. ત્યારબાદ સફાઈની સાથે કોઝવે પર લોખંડની રેલિંગ બાંધવાની કામગીરી શરૂ કરાશે. જેમાં 8 દિવસ જેવો સમય જાય એમ છે. દિવાળી પહેલા કોઝવે વાહનવ્યહાર માટે ખુલ્લો મુકાય તેવું તંત્રનું આયોજન છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/qYSxPwAA

📲 Get Surat News on Whatsapp 💬