[email Protected] Pm: રાધનપુર પેટાચૂંટણીને લઇ અલ્પેશને ચિમકી, અયોધ્યા કેસને લઇ ચોંકાવનારો રિપોર્ટ

  |   Gujaratnews

રાધનપુર પેટાચૂંટણીને લઈને સમી તાલુકાના વરણા ગામે કોંગ્રેસ દ્વારા ઠાકોર સમાજનુ સંમેલન યોજવામાં આવ્યુ હતુ. આ સંમેલનમાં ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર, ગેનીબેન ઠાકોર સહિત કોંગ્રેસના ઠાકોર સમાજના આગેવાનો તથા નેતાઓએ હાજરી આપી હતી. ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલે, પોતાના મેડિકલ સ્ટોર ભાડે આપીને અન્ય કંપનીઓમાં નોકરી કરતા લગભગ 3 હજાર ફાર્માસિસ્ટ સામે કડક પગલાં લેવાની ચીમકી આપી છે. અયોધ્યા કેસની સુનવણી સુપ્રીમ કોર્ટમાં 40 દિવસ સુધી ચાલ્યા બાદ ખત્મ થઇ ગઇ છે. સુપ્રીમ કોર્ટ નવેમ્બરમાં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદ પર ચુકાદો સંભળાવશે. સૂત્રોના મતે મધ્યસ્થતા પેનલે પણ પોતાનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોંપી દીધો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના તુર્કીના સમકક્ષ રેસેપ તૈયબ અર્દોગનને આ વખતે પત્ર લખીને ચેતવણી આપી છે. તેમણે પત્રમાં લખ્યુ, મૂર્ખ ના બનો...હોંશમા આવી જાઓ...નહીં તો સજા ભોગવવા માટે તૈયાર રહો.સહિતના મહત્વપૂર્ણ સમાચાર...

ફોટો - http://v.duta.us/btjtuQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/4Rfv0wAA

📲 Get gujaratnews on Whatsapp 💬