Rcep : રાજ્યના કાપડના ઉદ્યોગકારોનો એક જ સૂર, અમને આમાંથી બાકાત રાખો

  |   Gujaratnews

। સુરત ।

ચાઇના સહિત ૧૬ દેશ સાથે થવા જઇ રહેલા RCEP (રિજિયોનલ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશિપ) કરાર અને તેના અમલને લઇ કાપડ ઉદ્યોગમાંથી ભારે વિરોધ શરૂ થયો છે. RCEP લાગુ પડતા ભારતીય બજારમાં ચીન સહિતના દેશના ઉત્પાદનોનું ભારતમાં ડમ્પિંગ થવાની ભીતિ વ્યકત કરવામાં આવી રહી છે. આ તબક્કે દેશના જુદા જુદા ભાગના ટેક્સ્ટાઇલ સંગઠનના પ્રતિનિધિઓની RCEP મુદ્દે એક મિટિંગ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, સુરત ખાતે મળી હતી. જેમાં સૌ કોઇએ RCEPથી ઉદ્યોગ સામે ભય વ્યક્ત કર્યો હતો અને કાપડ ઉદ્યોગને RCEPમાથી બાકાત રાખવાનો મત રજૂ કર્યો હતો. જે રજૂઆત તથા ચર્ચા વિચારણાના અંતે સૌપ્રથમ જુદા જુદા ટેક્સ્ટાઇલ ક્ષેત્રના પ્રતિનિધિઓની કમિટી બનાવી સરકારમાં તાકીદના ધોરણે રજૂઆત કરવાનું નક્કી કરાયું હતું. ઉપરાંત કેન્દ્રિય વાણિજ્ય તથા નાણામંત્રી સાથે મુલાકાત કરી આ RCEPથી દેશ અને કાપડ ઉદ્યોગને થનારા ફાયદા વિશે સ્પષ્ટતા માગવાનું નક્કી કરાયું હતું....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/JXLwMAAA

📲 Get gujaratnews on Whatsapp 💬