રજા / દિવાળીમાં સરકારી કર્મચારીઓને 6 દિવસનું મિનિ વેકેશન, 26થી 31 ઓક્ટોબર સુધી કચેરીઓ બંધ રહેશે

  |   Ahmedabadnews

9 નવેમ્બરની બીજા શનિવારની અવેજીમાં 30 ઓક્ટોબરે રજા જાહેર કરતા 6 દિવસ સળંગ રજા

1 નવેમ્બરથી શુક્રવારથી સરકારી દફ્તર રાબેત મુજબ શરૂ થશે

અમદાવાદ: દિવાળીના આડે હવે માત્ર એક જ સપ્તાહનો સમય બાકી છે. 26 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી સરકારી કચેરીઓ બંધ રહેશે. સરકારી ઓફિસમાં 9 નવેમ્બર બીજા શનિવારની અવેજીમાં 30 ઓક્ટોબરે રજા જાહેર કરી છે. 26 ઓક્ટોબરે ચોથો શનિવાર હોવાથી 31 ઓક્ટોબર સુધી 6 દિવસનું દિવાળી વેકેશન મળશે. 1 નવેમ્બરથી શુક્રવારથી સરકારી દફ્તર રાબેત મુજબ શરૂ થશે.

26થી 31 ઓક્ટોબર સુધી સળંગ રજા

26 ઓક્ટોબર ચોથો શનિવાર, રવિવારે દિવાળી, સોમવારે બેસતું વર્ષ, મંગળવારે ભાઈ બીજ અને 31 ઓક્ટોબરે સરદાર પટેલ જંયતિ હોવાથી જાહેર રજા છે. ત્યારે 26 ઓક્ટોબરથી ચાર દિવસની રજા બાદ 30 ઓક્ટોબરે એક દિવસ માટે સરકારી કચેરી ચાલુ રહેવાની હતી. પરંતુ 9 નવેમ્બરની બીજા શનિવારની અવેજીમાં 30 ઓક્ટોબરે રજા જાહેર કરતા સરકારી કર્મચારીઓને 6 દિવસનું મિની વેકેશન મળ્યું છે. સરકારી કચેરીમાં 6 દિવસનું વેકેશન હોય તેવા ઘણા સમય બાદ બન્યું છે.

ફોટો - http://v.duta.us/QK5PzAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/7GzFoQAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬