'વોક વે' પર દાતાઅોઅે ટ્રીગાર્ડ લગાડ્યા, વિકૃતોઅે ઉખેડી નાખ્યા

  |   Kutchhnews

ભુજમાં ખેંગારપાર્કને જોડતા વોક વેમાં દાતાઅોઅે વૃક્ષો વાવીને 13 ટ્રીગાર્ડ લગાડ્યા હતા. પરંતુ, વિકૃત માનસના અસભ્ય અને અસામાજિક તત્ત્વોઅે ઉખેડીને ફેંકી દીધા હતા, જેથી સવાર સાંજ વોક કરવા અાવતા શહેરીજનોમાં અણગમો ફેલાયો હતો.

જંગતખાતાના ગોવિંદ વાણિયા, સિંચાઈ વિભાગના કર્મચારીઅો અને નગરસેવક રામ ગઢવીઅે લેક વ્યૂથી ઉમેદનગર કોલોની સુધીના 'વોક વે'માં 13 જેટલા ટ્રી ગાર્ડ લગાડ્યા હતા. જે ગુરુવારની રાત્રે વિકૃત માનસિકતા ધરાવતા વિકૃત મગજના લોકોઅે ઉખેડી ફેંકી નાખ્યા હતા. જોકે, વૃક્ષ પ્રેમી દાતાઅોઅે ફરીથી લગાડી દીધા હતા. સૂત્રોનું માનીઅે તો ભેંસોને ભરાવા માટે રેઢી મૂકી દેતા માલધારીઅોને 'વોક વે' અને તળાવની સુંદરતા બગાડવા બદલ ટોકવામાં અાવ્યા હતા. જે બાદ ઘટના બની હતી.

ફોટો - http://v.duta.us/UL5BvQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/H7wqfQAA

📲 Get Kutchh News on Whatsapp 💬