119 વર્ષ પહેલાં આજના દિવસે ભાદર પુલ બનાવાયો 'તો

  |   Porbandarnews

119 વર્ષ પહેલા આજના દિવસે પોરબંદરના ઘેડ પંથકને જોડતો બ્રિટિશ સાશનમાં બનાવાયેલ ભાદર પૂલની એકસપાયરી અવધી પૂરી થઇ ગઇ હોવા છતાં હજુ પણ અડીખમ છે.

પોરબંદર અને જુનાગઢ એમ બે જીલ્લાને જોડતો ભાદર નદીનો પુલ બ્રિટિશ શાસનમાં બનાવવામાં આવ્યો હતો. પોરબંદર નજીક આવેલ ઘેડ પંથકમાં વર્ષો પહેલા પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પોરબંદર તાલુકાના ગેરેજ અનેે સીકાસા ગામની વચ્ચે પુલ બનાવાયો હતો. બ્રિટિશ શાસનમાં બનાવાયેલ પુલ હજી પણ અડીખમ છે. ઉપરાંત હજુ પણ આ પુલ પરથી ઘેડ પંથકના 22 ગામના લોકો સતત અવર જવર કરે છે. 20 ઓક્ટોબર 1901ના રોજ આ પુલનું પોરબંદરના રાજવી ભાવસિંહજી માધવસિંહજી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આમ બ્રિટિશ શાસનમાં બનાવાયેલ અને રાજવીના હસ્તે લોકાર્પણ થયેલા પુલ હજુ પણ અડીખમ ઉભો હોવાથી અહીંથી અનેક લોકોની અવર-જવર થઇ રહી છે....

ફોટો - http://v.duta.us/jv5jvgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/bUeD0wAA

📲 Get Porbandar News on Whatsapp 💬