અન્ય કરતા બૌદ્ધ ધર્મમાં પોતાનો વિકાસ હોવાનું માની 100થી વધુ લોકોએ કર્યું ધર્મ પરિવર્તન
સાબરકાંઠાના ઇડરમાં આજે 105થી વધુ લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે જેમાં તમામ લોકોએ હિંદુ ધર્મમાં અવગણતા થતી હોવાની વાત સાથે બૌદ્ધ ધર્મમાં અંગીકાર કર્યો અને સમાનતાનો ભાવ હોવાની વાતને પ્રાધાન્ય આપી આજથી બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે.
સાબરકાંઠાના ઇડરમાં ગતરોજ 105થી વધારે દલિતોએ સામાજિક બહિષ્કાર સહિત મધ્યપ્રદેશમાં બનેલ બે બાળકોની હત્યા સંદર્ભે આજે સાહજિક પણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે. તેમજ સામાજીક રીતે અન્ય ધર્મ કરતા બૌદ્ધ ધર્મમાં પોતાનો વિકાસ હોવાની વાત કરી એકસાથે બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે.
જોકે છેલ્લા કેટલાક સમયથી દલિતોના મુદ્દે રાજકારણ સહિત સામાજીક વાડાઓના પગલે દિન-પ્રતિદિન વિરોધાભાસ ઉભો કરી રહ્યા છે. તેમજ પોતાના વ્યક્તિગત લાભ મેળવવા માટે રાજકીય રોટલા ઊભા કરી રહ્યા છે. જોકે આવા વિરોધાભાસી માનસિકતાને પગલે અખંડ ભારતનું સ્વપ્ન તેમજ વિવિધતામાં એકતાનો સંદેશ ફેલાવનારા ભારતના વિવિધ ધર્મોના અગ્રણીઓ સહિત નેતાઓ માટે ઉજળું ભવિષ્ય નથી તે પણ એટલી જ સત્ય બાબત છે....
ફોટો - http://v.duta.us/7X8iuAAA
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/BuphaAAA