અંબાજીથી દર્શન કરી પરત ફરતી વેળાએ બસ-ટેમ્પો સાથે ધડાકાભેર અથડાઇ, ત્રણના મોત
પલસાણા તાલુકાના પીસાદ ગામના યુવકોએ નવરાત્રીના પવિત્ર દિવસોમાં અંબાજી માતાના દર્શન કરવા મિની બસ લઇ ગયા હતા, ત્યાંથી પરત ફરતી વખતે આણંદ નજીક એક ટેમ્પોએ અડફેટમાં લેતા 3 યુવકોના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય 9 યુવકોને ગંભીર ઇજા પહોંચતા તેઓને હોસ્પિટલમાં ખસેડાયા હતા.
મળતી માહિતી અનુસાર પલસાણા તાલુકાના પીસાદના અંદાજે ૨૦ જેટલા યુવકો નવરાત્રિ દરમિયાન અંબાજી માતાના દર્શન કરવા માટે જવા નીકળ્યા હતા. આ યુવકોએ મિની બસ (નં. જીજે 19 યુ 9923) ને લઇ સાતમા નવરાત્રે મળસકે અંબાજી ખાતે માતાના દર્શન કરવા માટે પીસાદ ગામેથી રવાના થયા હતા. ત્યાદબાદ યુવકોએ અંબાજીમાં બે રાત્રીઓ ત્યાં જ રોકાયા બાદ તેઓ પરત મિની બસમાં પોતાના ગામ આવવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન આણંદ નજીક હાઇવે ઉપર મિની બસ ખોટવાઇ જતા બસના ડ્રાઇવરે બસને રોડની સાઇડે ઊભી રાખી તેનું રિપેરિંગ કરી ચાલુ કર્યુ હતું. ફરી બસ ચાલુ થઇ જતા પીસાદ ગામના યુવકો બસમાં બેસી રહ્યા હતા, તે દરમિયાન હાઇવે પર પાછળથી પૂરઝડપે આવી રહેલો એક આઇસર ટેમ્પો (નં. જીજે 15 એટી 3331)ના ચાલકે ટેમ્પોને બસ સાથે અથડાવી અકસ્માત સર્જાયો હતા....
ફોટો - http://v.duta.us/B7JANQAA
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/zIoDHAAA