અમદાવાદીઓ આજે તમારા બાળકને વાહન આપતા ચેતજો, જાણી લો તમારી એક ભૂલની સજા શું હોઇ શકે?
અમદાવાદમાં આજથી ટ્રાફિક પોલીસ એક ખાસ પ્રકારની ડ્રાઇવ કરવા જઇ રહી છે. કેન્દ્ર સરકારે નવા ટ્રાફિક વ્હીકલ નિયમને લઇને આવી છે, તેના ભાગરૂપે અલગ અલગ દંડની જોગવાઇ કરી છે. પરંતુ ગુજરાતમાં 31મી ઓક્ટોબર સુધી નવા કાયદામાંથી લોકોને રાહત આપવામાં આવી છે. સ્કૂલ, કોલેજ કે ટયૂશનમાં વાહન લઇને જતા અંડરએજના બાળકોને બુધવારથી વાહન આપતા માતા-પિતા ચેતી જજો, નહીં તો તમારા બાળકે કરેલી ભૂલની સજા તમારે ભોગવવી પડશે.
આજે અમદાવાદમાં ટ્રાફિક પોલીસ અંડર એજ બાળકોને પકડવા ખાસ ડ્રાઈવ શરૂ કરી રહી છે. જેમાં જો કોઇ અંડર એજ બાળક વાહન ચલાવતું પકડાશે તો તેની પાસેથી રૂપિયા 2 હજાર દંડ વસૂલવામાં આવશે. અને જો તમારા બાળકે કરેલી ભૂલને બચાવવા ટ્રાફિક પોલીસ સાથે દલીલ કરનારા વાલીઓને 25 હજાર સુધી દંડ ભોગવવો પડશે....
ફોટો - http://v.duta.us/E6O-aQAA
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/5jPj1QAA