અમદાવાદની ખ્યાતનામ હોટલે સાંભરમાં પીરસી દીધુ કંઇક એવું કે જોઇ ચીતરી ચડશે
ડિજીટલ અને ફટાફાટ આ જમાનામાં ફૂડ ડિલિવરી એપ્સે ધમાકો કર્યો છે, ઘણા બધા લોકો હવે આ એપ્સના સહારે પોતાની પેટપૂજા કરે છે. પરંતુ ક્યારેક-ક્યારેક ઓનલાઇન જમવાનું મંગાવતા લોકોને કડવો અનુભવ થાય છે.
રાજ્યમાં અવાર નવાર રેસ્ટોરન્ટ કે હોટલોમાંથી જમવામાંથી કંઇને કંઇ મળી આવતા હોય તેવા અહેવાલો સામે આવતા હોય છે. લોકોને સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ જોખમાય નહી તેના માટે લોકો ઘણી કાળજી લેતા હોય છે, તેમ છતાં હવે સ્વચ્છ અને મોંઘીદાટ હોટલોમાં પણ જીવડા કે વંદા નીકળવાના કેસો સામે આવી રહ્યા છે.
તાજેતરમાં જ અમદાવાદમાં સંભારમાં વંદો નીકળ્યાની ફરિયાદ સામે આવી છે. અમદાવાદનાં મેમનગરની સંકલ્પ રેસ્ટોરન્ટમાં સંભારમાં વંદો નીકળ્યો હતો. જેનો ગ્રાહકે ફોટો પાડીને ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ નોંધાવી છે. આ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને ગ્રાહકે લેખિતમાં જાણ કરી છે. આ કોઇ પ્રથમવાર નથી કે, જ્યારે ઓનલાઇન ભોજન મંગાવતા લોકોને આવો કડવો અનુભવ થયો હોય....
ફોટો - http://v.duta.us/VkwzZgAA
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/cgcYdQAA