અમદાવાદની શિક્ષિકાને ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવવી ભારે પડી, યુવકે કરી નાંખી પાયમાલ

  |   Gujaratnews

લાલદરવાજા ખાતે રહેતી શિક્ષિકાને ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડે પોતે યુકે રહેતો હોવાનું જણાવી કીમતી ગિફ્ટની લાલચ આપી રૂા.3.95 ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા. ગોલ્ડ જ્વેલરી, આઇફોન, 30 હજાર પાઉન્ડનું ગિફ્ટ પાર્સલ મોકલવાની સ્કીમ આપી આ ગિફ્ટ પાર્સલ છોડાવવાના બહાને નાણાં પડાવી લીધા હતા. આ અંગે મહિધરપુરા પોલીસમાં ગુનો નોંધાયો છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે લાલદરવાજા ખાતે રાધે ઢોકળાવાળાની દુકાન પાસે રહેતા મિનલબેન વિરલભાઇ સિદ્ધપુરા (ઉ.વ.36, મૂળ રાજકોટ) શિક્ષિકા છે. ઇન્સ્ટાગ્રામ પર તેમનું એકાઉન્ટ છે. દરમિયાન ગત જુલાઇ માસમાં તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રાજેશ રાજકુમાર નામના આઇડી પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. મિનલબેને આ ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી હતી અને ત્યારબાદ તેઓ વચ્ચે મિત્રતા થઇ હતી. રાજેશ રાજકુમારે પોતે યુકે ખાતે રહેતો હોવાનું જણાવ્યું હતું....

ફોટો - http://v.duta.us/Vf9VEQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/xjBaEgAA

📲 Get gujaratnews on Whatsapp 💬