અ'વાદમાં શરમજનક ઘટના: પાસાના આરોપીઓને પકડવા ગયેલી Dcp સ્કવૉડને ભાગવું પડ્યું, કારણ છે મઝેદાર

  |   Gujaratnews

શહેરના ખોખરા મદ્રાસી મંદિર પાસેની નાણાવટી ચાલીમાં પાસાના બે આરોપીને પકડવા માટે ડીસીપી ઝોન-પાંચની સ્કવોડ સોમવારે રાત્રે પહોંચી હતી. જ્યાં બંને બુટલગેર ભાઈઓને બચાવવા બહેન અને પત્ની પડયાં હતાં.

જે દરમિયાન ઘરમાંથી કૂતરો પોલીસ ઊપર છૂટો મૂકી દેવામાં આવતાં પોલીસને જીવ બચાવવા ઊભી પૂંછડીએ ભાગવાની ફરજ પડી હતી.પોલીસ ભાગી ગયા બાદ બંને આરોપીઓ પણ ભાગી ગયા હતા. ખોખરા પોલીસે આરોપીની પત્ની અને બહેન સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખોખરા વિસ્તારમાં આવેલી નાણાવટીની ચાલીમાં જીતુસિંહ અને તેનો ભાઇ શૈલેન્દ્ર રહે છે અને વિદેશી દારૂનો ગેરકાયદે વેપાર કરે છે. ખોખરા પોલીસે તાજેતરમાં તેમના વિરુદ્ધમાં કેસ કરતા પાસાનો ઓર્ડર થયો હતો.

પાસાનો ઓર્ડર થયા બાદ ખાનગીમાં તેની બજવણી કરવાની હોય છે જ્યારે ઝોન-5 સ્કવોડના કોન્સ્ટેબલ સંજયે જાહેર કરી આરોપીને પકડવા જતાં પરિવારે દશેરા બાદ હાજર થવાનું પોલીસ સાથે નક્કી કર્યું હતું પરંતુ સ્થાનિક પોલીસને જાણ થવાના ડરે ઝોન-૫ સ્કવોડે સોમવારે રાત્રે આરોપીને પકડવા કોશિષ કરી હતી....

ફોટો - http://v.duta.us/5SzLkQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/TH4okQAA

📲 Get gujaratnews on Whatsapp 💬