કોણ કહે છે ગુજરાતમાં મંદી છે? જાણો 1 જ દિવસમાં ફોર વ્હીલર- ટૂ-વ્હીલરનું વેચાણ, આટલી તો મર્સિડીઝ વેચાઇ
દશેરાના પર્વે મંદીના માહોલમાં પણ લોકોએ કાર અને ટુ- વ્હીલરની ખરીદી કરી હતી. ગુજરાતમાં લકઝયુરસ ગણાતી મર્સીડીઝ કંપનીની ૭૪ કારોનું વેચાણ થયુ હતુ. જેમાં મોટાભાગની મર્સીડીઝ કાર અમદાવાદમાં વેચાણ થઈ છે.
જો કે, મંદીના કારણે કારનું ૩૦ ટકા ઓછું વેચાણ થયું હોવાનું જાણવા મલે છે. ટુ-વ્હીલરમાં ૨૦ ટકા વેચાણ વધ્યુ છે. અમદાવાદ શહેરમાં આજે સાત હજારથી વધુ ટુ-વ્હીલર વેચાણ થયુ હતુ. જયારે અમદાવાદમાં ૭૦૦ જેટલી કારનું વેચાણ થયું હતુ. વાહનોનું આટલુ વેચાણ થવા પાછળ જાણકારો જણાવી રહ્યા છે દશેરાના તહેવારમાં કંપનીઓ દ્વારા કેટલીક સ્કીમો આપી હતી. જેના લીધે લોકો ખરીદી કરી છે.
અમદાવાદની ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીઝ સાથે ડિલરો છેલ્લા ત્રણ માસથી મંદીનો સામનો કરી રહ્યા છે. જેની સીધી અસર દશેરાના તહેવાર ઉપર ના પડે તે માટે ફોર વ્હીલર કારઅને ટુ-વ્હીલર કંપનીઓ દ્વારા ડિસ્કાઉન્ટની ઓફરો સાથે વિદેશી ટુરો આપી હતી....
ફોટો - http://v.duta.us/kdnDiwAA
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/jvQxUgAA