'ગુજરાતમાં દારૂ નહીં મળતો હોય તો રાજનીતિ છોડી દઈશ, અને મળતો હશે તો રૂપાણી રાજીનામું આપે'

  |   Gujaratnews

દારૂબંધી પર રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગહલોતે કરેલા નિવેદન બાદ જાણે ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે. ગેહલોત સરકારના નિવેદન પર ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ જવાબ આપ્યો હતો. આજે દારૂબંધી મામલે રાજસ્થાન સીએમ અને ગુજરાતના CM સામસામે આવી ગયા છે.

રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે આજે એક આશ્ચર્ય ઉદ્દભવે તેવું નિવેદન આપ્યું છે. તેમણે ગુજરાતમાં દારૂબંધી વિશે જણાવ્યું કે, જો ગુજરાતમાં દારૂ નહીં મળે તો તેઓ રાજનીતિ છોડી દેશે અને જો દારૂ મળી જશે તો રૂપાણીએ રાજનીતિ છોડી દેવી જોઈએ. આ નિવેદન બાદ રાજકારણ ગરમાઇ ગયું હતું. તમને જણાવી દઇએ કે, CM વિજય રૂપાણીના નિવેદન પર રાજસ્થાનના CMએ નિશાન સાંધ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા 3 દિવસોથી દારૂબંધીના મુદ્દે ગુજરાત અને રાજસ્થાનના મુખ્યમંત્રી આમને-સામને આવી ગયા છે. બંને એકબીજા સામે આક્ષેપબાજી કરી રહ્યા છે. ત્યારે આજે રાજસ્થાનના અશોક ગહલોતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિશાના પર વળતો હુમલો કરતાં પોતે પડકાર આપ્યો છે....

ફોટો - http://v.duta.us/im8cNgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/ZLQvNgAA

📲 Get gujaratnews on Whatsapp 💬