દશેરા નિમિત્તે વઢવાણમાં 10 હજારથી વધુ રાજપૂતોએ શસ્ત્રપૂજન કર્યું

  |   Surendranagarnews

વઢવાણ તા. 8 ઓક્ટોબર 2019, મંગળવાર

વઢવાણ ખાતે ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પુજન, અશ્વારોહણ, શમીપુજન વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખારવાની પોળ, ખાંડીપોળના રાજપૂત સમાજના ૧૦,૦૦૦થી વધુ લોકો જોડાયા હતાં તલવાર અને શૌર્ય રાસ અને લોકડાયરામાં શૌર્ય ગીતોની રમઝટ બોલી હતી.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ અધર્મ પર ધર્મના વિજયના પર્વ દશેરાની ભવ્ય ઉજવણી વઢવાણ ખાતે કરવામાં આવી હતી જેમાં વઢવાણ ખારવાની પોળ, ખાંડીપોળ વગેરે વિસ્તારોમાંથી કેસરીયા સાફામાં હજારો રાજપૂત યુવાનોની વિશાળ બાઈકરેલી નીકળી હતી જ્યારે લાલજી મહારાજના મંદિર ખાતે રાજપૂતોએ સાંજે એક સાથે શસ્ત્ર પુજન કર્યું હતું.

આ તકે વઢવાણ કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ દોલુભા ડોડીયા, ટ્રસ્ટી વજુભા રાઠોડ, ભવાનીસિંહ મોરીના માર્ગદર્શન હેઠળ સમાજના યુવાનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. તેમજ દશેરાની રાત્રે તલવાર અને શૌર્ય રાસે અનોખું આકર્ષણ જમાવ્યું હતું અને વિરકસુંબલ ડાયરામાં શૌર્યરસ અભેસિંહ રાઠોડ, રાજેન્દ્રદાન ગઢવી અને બ્રિજદાન ગઢવીએ રજુ કર્યો હતો આ વિવિધ કાર્યક્રમોમાં ૧૦,૦૦૦થી વધુ રાજપૂત સમાજના લોકો ઉમટી પડયાં હતાં.

ફોટો - http://v.duta.us/G4qiSQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/tXyLHwAA

📲 Get Surendranagarnews on Whatsapp 💬