બગોદરામાં જૂથ અથડામણની ઘટનામાં વધુ એક મોત થતા શોકનો માહોલ

  |   Surendranagarnews

બગોદરા તા. 8 ઓક્ટોબર 2019, મંગળવાર

અમદાવાદ જિલ્લાના બગોદરા ખાતે થોડા દિવસો પહેલા ખેતરમાં ઘાસ લેવા જેવી નજીવી બાબતે અલગ-અલગ જ્ઞાાતિના બે જુથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક યુવકનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક યુવકને સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો ત્યારે સારવાર દરમ્યાન બીજા યુવકનું પણ મોત નીપજતાં પરિવારજનો તેમજ સમાજમાં શોકની લાગણી ફેલાઈ જવાં પામી હતી.

જ્યારે પરિસ્થિતિ વધુ ન વણશે અને ફરી કોઈ બનાવ ન બને તે પહેલા જ અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ આ બનાવના નાસતાં ફરતાં મુખ્ય બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ બગોદરા ખાતે રહેતાં અને ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતાં ખેડુત બનુભાઈ માવસંગભાઈ મકવાણાને ખેતરમાં ઘાસ કાપવા જેવી બાબતે તેમજ જારનો પાક વાઢી લેતાં બોલાચાલી થઈ હતી. જે વધુ ઉગ્ર બનતાં અલગ-અલગ જ્ઞાાતિના બે જુથો સામસામે આવી જતાં હિંસક અથડામણ થઈ હતી જેમાં ખેડુત બનુભાઈના ભાણેજ દશરથ નાનુભાઈ દેવત્રા ઉ.વ.૧૬વાળાનું મોત નીપજ્યું હતું....

ફોટો - http://v.duta.us/KSnX3wAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/lkbzVAAA

📲 Get Surendranagarnews on Whatsapp 💬