ભાવનગર / ગઢડા ગોપીનાથજી મંદિરમાં આચાર્ય પક્ષની બહેનોએ ઓરડાને તાળું મારતા વિવાદ વકર્યો

  |   Bhavnagarnews

આચાર્ય પક્ષની સાંખ્યયોગિનીઓએ દેવ પક્ષના ઓરડાને તાળા માર્યા

Divyabhaskar.comOct 09, 2019, 12:10 PM ISTભાવનગર:વિવાદોનું કેન્દ્ર બનેલું ગઢડાનું ગોપીનાથજી મંદિર ફરી એક વાર વિવાદમાં સપડાયું છે. મંદિરના પાટોત્સવ પહેલાં દેવ પક્ષ અને આચાર્ય પક્ષની સાંખ્યયોગિની બહેનો વચ્ચે ઓરડાઓને લઈને વિવાદ થયો છે. મંદિરના પાટોત્સવની મુલાકાતે રાકેશપ્રસાદ આવે તે પહેલાં જ મંદિરમાં ધમાલ થઈ છે. આચાર્ય પક્ષની બહેનોએ ભગવાનના ઓરડાને તાળા મારી દીધા હતાં. જેને તોડવાની ફરજ પડી હતી અને મામલો વકર્યો હતો.

પોલીસની હાજરીમાં મામલો સમેટાયો

ગઢડા મંદિરમાં આવતીકાલે પાટોત્સવ છે. વડતાલ મંદિરના ગાદીપતિ રાકેશપ્રસાદ કાલે ગઢડા મંદિરે આવવાના છે તે પહેલાં આચાર્ય પક્ષની સાંખ્યોગિની બહેનોએ ભગવાનના ઓરડાને તાળા મારી દેતાં વિવાદ થયો છે. દેવ પક્ષ દ્વારા મંદિરના તાળા તોડવામાં આવ્યા છે. આ ઘટના બાદ દેવ પક્ષ દ્વારા તાળું તોડી અન્ય તાળું મારી દેવામાં આવ્યું હતું. દેવ પક્ષની બહેનોએ મંદિરની ઑફિસમાં પહોંચી અને ધમાલ કરી હતી. બનાવની જાણ થતાં મંદિરના પ્રસાશન દ્વારા પોલીસ બોલાવવામાં આવી હતી. પોલીસની હાજરીથી મામલો સમેટાયો હોવાનું જાણવા મળ્યું છે.

ફોટો - http://v.duta.us/-AU94AAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/OvLaBAAA

📲 Get Bhavnagar News on Whatsapp 💬