મા ભૌમની રક્ષા કરતા સાબરકાંઠાનો 20 વર્ષીય જવાન શહીદ, ભારે હૈયે વલોપાત સાથે ગામ હિબકે ચઢ્યું

  |   Gujaratnews

માતૃભૂમિની રક્ષા કાજે ગયેલા સાબરકાંઠાના તલોદનો એક જવાન શહીદ થયો હોવાના માઠા સમાચાર મળી રહ્યા છે. રાજસ્થાનના બિકાનેરમાં પોતાની ફરજ બજાવતા 20 વર્ષીય આર્મીમેન વિપુલસિંહ સોલંકી શહીદ થતા તેમના વતન સહિત પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

દોલતાબાદના આર્મી જવાન 20 વર્ષીય વિપુલસિંહ સોલંકી મા ભૌમની રક્ષા કરતા કરતા શહીદી વ્હારી છે. વિપુલસિંહ સોલંકી રાજસ્થાનના બિકાનેરમાં પોતાની સેવા આપી રહ્યા હતા. આજે તેમના વતન દોલતાબાદમાં અંતિમ સંસ્કાર કરાયા હતા. મા ભૌમની રક્ષા કરતા કરતા શહીદ થયેલા ફોજીને અંતિમ શ્રદ્ધાંજલિ પાઠવવા માટે તેમના ગામે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તેમની અંતિમયાત્રામાં પણ મોટું માનવ મહેરામણ ઉભરાયું હતું.

20 વર્ષીય વિપુલસિંહ સોલંકી વિશે જાણવા મળતી માહિતી પ્રમાણે ઈજાના કારણે તેમનું મોત થયાનું અનુમાન લગાવી રહ્યા છીએ. પરિવારમાં જુવાનજોધ ફૌજી દીકરાની શહીદીથી શોકની લાગણી વ્યાપી ગઇ છે. તેમનો પરિવાર ભારે હૃદય સાથે વલોપાત કરી રહ્યો છે. પરંતુ ફૌજી જવાનના મોત પાછળનુ કોઇ ચોકકસ કારણ હજુ સુધી જાણી શકાયુ નથી....

ફોટો - http://v.duta.us/caW2DgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/IiZFSQAA

📲 Get gujaratnews on Whatsapp 💬