લીંબડી તાલુકાના રાણાગઢમાં એક જ જ્ઞાાતિના બે જૂથો વચ્ચે અથડામણ

  |   Surendranagarnews

લીંબડી તા. 8 ઓક્ટોબર 2019, મંગળવાર

સુરેન્દ્રનગર જિલ્લામાં નજીવી બાબતે જુથ અથડામણ, મારામારી, હત્યા સહિતના બનાવો ધવી રહ્યાં છે ત્યારે લીંબડી તાલુકાના રાણાગઢ ગામે એક જ જ્ઞાાતિના બે જુથો વચ્ચે સામાન્ય બોલાચાલી થતાં મામલો બીચક્યો હતો બન્ને જુથના લોકો સામસામે આવી જતાં હિંસક જુથ અથડામણ થઈ હતી.

લીંબડી તાલુકાના રાણાગઢ ગામે વર્ષોથી પરંપરાગત રીતે ગામમાં ભવાઈનું આખ્યાન ચાલતું હોય ત્યારે આ આખ્યાનમાં એક જ જ્ઞાાતિના બે જુથો વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. જે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બન્ને જુથના લોકો સામસામે આવી ગયાં હતાં જેમાં સામસામે પથ્થરમારો કર્યો હોવાની ચર્ચાઓ પણ વહેતી થવાં લાગી હતી. જ્યારે આ જુથ અથડામણમાં બંન્ને પક્ષેના ૧૦થી વધુ લોકો પરષોત્તમ વિક્રમભાઈ મેણીયા, પ્રવિણ ભુપતભાઈ બાવળીયા, અજય શંકરભાઈ સાંકરીયા, મહિપત નારાયણભાઈ સાંકરીયા, ગુલાબબેન દયારામભાઈ, કિરણ દેવજીભાઈ, આત્મારામ સામલીયા, પ્રતાપ રાયમલભાઈ, નરેશ દશરથભાઈ, બળદેવ નાગજીભાઈ અને રમણ જાગાભાઈ સહિતનાઓને ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે લીંબડી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યારે આ બનાવની જાણ થતાં ડીવાયએસપી સહિત પાણશીણા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જ્યારે જુથ અથડામણમાં ચારથી પાંચ વાહનોને નુકશાન થયું હોવાનું પણ બહાર આવ્યું હતું. આ જ્યારે લખાઈ રહ્યું છે ત્યારે કોઈપણ પક્ષ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી નથી પરંતુ પોલીસે તપાસ હાથ ધરી હતી.

ફોટો - http://v.duta.us/LDxOWgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/m8aScAAA

📲 Get Surendranagarnews on Whatsapp 💬