વૃષ્ટિ-શિવમ મિસિંગ કેસમાં આવ્યો નવો વળાંક, વૃષ્ટિની માતાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

  |   Gujaratnews

નવરંગપુરાની વસંતવિહાર સોસાયટીના હાઇપ્રોફાઇલ મિસિંગ કેસના પાત્રો વૃષ્ટિ અને શિવમ વોક વેથી કઈ તરફ ગયા તે સ્પષ્ટ થતું નથી. બીજી બાજુ રેલવેસ્ટેશનના પ્લેટફોર્મ નં-11 અને 12નું રિનોવેશન કામ ચાલતુ હોવાથી સીસીટીવી ફૂટેજ પોલીસને કેમેરા બંધ હોવાથી મળી શક્યા નથી. ત્યારે આ કેસમાં ફરી એકવખત ત્યારે વળાંક આવ્યો જ્યારે વૃષ્ટિની માતાને એક Email આવ્યો.

વૃષ્ટી સાથે એવી શું ઘટના બની હતી કે તેણે ફોનના બદલે ઇ-મેલ કર્યો? શિવમ બાબતે કેમ કોઈ ઉલ્લેખ નહીં? એવી શું વાત હતી કે વૃષ્ટીને ન્યાય મળી રહ્યો ન હતો? આ તમામ મુદ્દાઓએ પોલીસનું અને પરિવારજનોનની ચિંતા વધારી દીધી હતી પરંતુ હવે આ મામલે નવો વળાંક આવ્યો છે. વૃષ્ટિના પરિવારજદનોનું કહેવું છે કે, વૃષ્ટિએ Email કર્યો નથી. તમને જણાવી દઇએ કે, આ પહેલા માતાને વૃષ્ટિનો ઈ-મેઈલ મળ્યાનો પોલીસે દાવો કર્યો હતો. જોકે, પરિવારના આ દાવા બાદ હવે પોલીસ વધુ મૂંઝવણમાં મુકાઈ ગઇ છે. ઈ-મેઈલ કોણે કર્યો તેને લઈને તપાસ ચાલુ કરી દેવમાં આવી છે. અગાઉ પરિજનોએ CCTV સામે પણ સવાલ ઉઠાવ્યા હતા. ઉલ્લેખનિય છે કે, ગુમ થયાના 7 દિવસ બાદ વૃષ્ટિના નામે ઈ-મેઈલ મળ્યો હતો....

ફોટો - http://v.duta.us/ks1oQwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/tXnWqwAA

📲 Get gujaratnews on Whatsapp 💬