સુરતમાં પિતા-પુત્ર દ્વારા બર્થ-ડેનું એવું ગ્રાન્ડ સેલિબ્રેશન કરાયું કે, વીડિયો વાયરલ થતા પોલીસ દોડતી

  |   Gujaratnews

સરાજાહેર બર્થ ડે ઉજવણી અને તેમાંય તલવારથી કેક કાપવી, ફાયરિંગ કરવું એ ખૂબ સામાન્ય બાબત બની ચૂકી છે. ત્રાહિત વ્યક્તિના જાનમાલને નુકસાન થાય એવી આ હરકતો કરનારા પોલીસના કુણા વલણને કારણે ફાટીને ધુમાડે ગયા છે.

અડાજણ વિસ્તારમાં દારૂની બોટલ સાથેની કેક તલવારથી કાપવાના વીડિયો બાદ હવે વેસુમાં તલવારથી કેપ કાપ્યા બાદ હવાઇ ફાયરિંગનો વીડિયો વાઇરલ થયો છે. આ ફાયરિંગ કરનાર મનપાના કર્મચારી વાંસદિયાનો પુત્ર અને તેનો મિત્ર હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, હરદત્ત વાંસદિયાની બર્થડે નિમિત્તે મિત્રો દ્વારા ઉજાણી રાખવામાં આવી હતી. રોડ કિનારે જાહેરમાં કેક કપાઇ હતી. ત્રણથી ચાર કેક કપાઇ જેમાં એક ઉપર દરબાર, બીજા ઉપર પ્રધાન વગેરે લખવામાં આવ્યું હતું. હરદત્ત કેક કાપે છે એ દરમિયાન તેનો મિત્ર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરે અને પછી તે પોતે પણ ચારેક રાઉન્ડ ફાયરિંગ કરે છે....

ફોટો - http://v.duta.us/y6HJywAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/kBkBXwAA

📲 Get gujaratnews on Whatsapp 💬