40 જગ્યા ભરવા હાઈકોર્ટે લીધેલી ટેસ્ટનું પરિણામ જાહેર, તમામ જજ નાપાસ
ડિસ્ટ્રીકટ જજની જગ્યા માટે ગુજરાત હાઇકોર્ટ દ્રારા લેવાયેલી પરીક્ષાનું સોમવારે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરીક્ષાનું પરિણામ નિરાશાજનક એટલે કે ઝીરો ટકા આવ્યું હતું. પરીક્ષામાં ભાગ લેનારા તમામ 119 કાર્યરત જજો તથા 1,372 વકીલો નાપાસ જાહેર થયા છે. રાજસ્થાનમાં પણ આવું જ પરિણામ આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
ગુજરાત હાઇકોર્ટે માર્ચ મહિનામાં જિલ્લા ન્યાયાધીશની 40 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરુ કરી હતી. જિલ્લા ન્યાયાધીશ બનવાની ઇચ્છા ધરાવતા ગુજરાતના તમામ ન્યાયાધીશો લેખિત કસોટી પાસ કરવામાં નિષ્ફળ ગયા હોવાથી કોઇપણ ઉમેદવાર ઇન્ટરવ્યુ રાઉન્ડમાં પહોંચી શક્યા નથી. હાઇકોર્ટ પોર્ટલ પર જાહેર કરેલા પરિણામમાં લેખિત પરીક્ષામાં નિષ્ફળ ગયેલા 119 જજોમાંથી 51 જજો તો જૂન મહિનામાં પ્રિન્સિપાલ જજ અથવા ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ તરીકે ગુજરાતની સંબંધિત કોર્ટોમાં વડા તરીકે કાર્યરત છે....
ફોટો - http://v.duta.us/f91goAAA
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/mxpLIQAA