થાણેના કરોડોના રેશનિંગના અનાજ કૌભાંડમાં કચ્છી વેપારીની ધરપકડ

  |   Kutchhnews

થાણેમાં સરકારી રેશનિંગના અનાજને ગેરકાયદેસર રીતે વેચી મારવાના 2015માં ગાજેલા કૌભાંડમાં કચ્છી વેપારી સુરેશ વિરજી ઠક્કરની પોલીસે હાલમાં ધરપકડ કરી છે, જ્યારે તેનો નાનો ભાઇ જિતેન્દ્ર ઠક્કર હજુ પોલીસના ચોપડે વોન્ટેડ છે. પોલીસના જણાવ્યા અનુસાર થાણેના સરકારી અનાજના ગોડાઉનમાંથી રેશનિંગ દુકાનવાળાને અનાજ ડિલિવરી કરવા માટે એજન્સીઓની નિમણૂક કરાઈ હતી. આ એજન્સીવાળાઓએ રેશનિંગની દુકાનોમાં આ અનાજનો જથ્થો પહોંચાડવા માટે લઇ જતી વખતે માર્ગમાં ચોરાઇ ગયાની ફરિયાદ વર્ષ 2015મા કરી હતી. આ કેસની તપાસમાં અનાજના વેપારીઓ દ્વારા આ કૌભાંડ ચલાવવામાં આવતું હતું એવું બહાર આવ્યું હતું.

આ કૌભાંડ અમુક અનાજના વેપારીઓએ મળી આશરે 200 કરોડથી વધુ સરકારી અનાજ નાશિક જિલ્લામાં ફ્લોર મિલવાળાઓને ખોટાં બિલેા બનાવી વેચી દીધાનું બહાર આવ્યું હતું. ખાસ કરીને 2000થી આ કૌભાંડ ચાલતું હતું એવું તપાસમાં બહાર આવ્યું હતું. આ અંગે પ્રથમ ફરિયાદ 1 જૂન, 2015માં નાશિક ગ્રામીણ પોલીસ સ્ટેશન હેઠળના વાડીવરહે પોલીસ સ્ટેશનમાં 14 આરોપીઓ સામે નોંધાઇ હતી. આ કેસમાં કેટલાક આરોપીઓની ધરપકડ કર્યા પછી કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો હતો, જેમાં 600 જેટલા સાક્ષીદારો, પંચો, ડ્રાઇવરો, મજૂરો, સરકારી અધિકારીઓનાં સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવ્યાં હતાં. અા તપાસમાં વધુ 20 આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરાઇ હતી. એ પૈકી થાણેમાં અનાજનો વેપાર કરતા કચ્છી ભાઈઓ સુરેશ અને જિતેન્દ્ર વિરજી ઠક્કર તેમ જ તેમનો ભત્રીજો યોગેશ નટવરલાલ ઠક્કર સામે ગુનો નોંધાયો હતો. આ કૌભાંડ સંગઠિત ગુનાખોરી હોવાનું જણાતાં તમામ સામે મકોકા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. મૂળ કચ્છના રાપર તાલુકાના જાટવડા ગામના વતની અને હાલ થાણે- વેસ્ટમાં સેન્ટ્રલ પોઇન્ટ ઈમારતમાં રહેતા 42 વર્ષના સુરેશ વિરજી ઠક્કર સામે નાશિક ગ્રામીણ પોલીસ હેઠળના વાડીવરહે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો....

ફોટો - http://v.duta.us/_Yn3vwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/Kd-7OgAA

📲 Get Kutchh News on Whatsapp 💬