દેવ દિવાળી નિમિત્તે રાપરના સંતોષી માતા મંદિર મેળો ભરાયો

  |   Kutchhnews

દેવ દિવાળીના તહેવારના દિવસે રાપર ખાતે આવેલ સંતોષી માતાજીના મંદિરે મેળો ભરાયો હતો અને મહાઆરતી, ધૂન, પૂજા વગેરે કરાયું હતું. મેળા નિમિતે મોટી સંખ્યામાં ભાવિકો એ માતાજી ના દર્શન નો લાભ લીધો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આખા રાપર માં સંતોષી માતાજી નું મંદિર એકમાત્ર પોલીસ સ્ટેશન નજીક આવેલું છે જે વર્ષો જૂનું અતિ પ્રાચીન અને ભવ્ય મૂર્તિ થી શોભે છે. અહીં દર શુક્ર વારે મોટી સંખ્યામાં બહેનો માતાજી ના દર્શને ઉમટે છે ત્યારે આજે દેવ દિવાળીના દિવસે માતાજી નો પ્રાગટય દિવસ હોય દર વર્ષે અહીં મેળા નું આયોજન કરાય છે. આ મંદિરે અગાઉ ધના ભગત સેવા પૂજા કરતાં હતાં જેમનું અવસાન થતાં હાલે રણછોડ પરી ના પુત્રી ગોદાવરી બેન પૂજા આરતી કરે છે. અગાઉ મંદિર નો વહીવટ રાપર પોલીસ થાણું સંભાળતું હતું જોકે સમય જતાં અને નવા અધિકારીઓ આવતા તે પરંપરા તુટી ગઈ છે.તસવીર : દિપુભા જાડેજા

ફોટો - http://v.duta.us/Bbi0mQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/PcR41AAA

📲 Get Kutchh News on Whatsapp 💬