નદીમાં તરતી લાઈબ્રેરીના નામે મ્યુનિ. નું તૂત, 12 મિિનટ બોટમાં બેસી પુસ્તક વાંચવાની ફી રૂ.130

  |   Ahmedabadnews

અમદાવાદ | રિવરફ્રન્ટ ખાતે ગુરુવારથી શરૂ થનારા નેશનલ બુકફેરમાં 'ફલોટિંગ રીડીંગ બોટ' અર્થાત 'તરતી લાઈબ્રેરી'ના નામે નજરાણાં રૂપે નવુ તૂત કર્યું છે. જેમાં પોન્ટન બોટમાં કોઈ પણ વ્યકિત રૂા.130ની ફી ચૂકવીને પુસ્તક લઈને જઈ શકશે અને 12 મિનિટ નદીમાં બોટમાં ફરીને વાંચી શકશે. નવા નજરાણા સ્વરૂપે પોન્ટન બોટને તરતી લાઈબ્રેરીનું નામ આપીને ફી વસૂલવાનો કીમીયો રજૂ કર્યો છે. પોન્ટન બોટના 10થી 12 મિનિટ એક રાઉન્ડ પ્રતિ વ્યક્તિદીઠ ફી રૂ.130 નક્કી કરી હોવાનું રિવરફ્રન્ટ કંપનીના અધિકારીનું કહેવું છે. જો કે, એમજે લાઈબ્રેરીની વાર્ષિક ફી રૂ.200 લેખે રોજના 54 પૈસા ફી લેવાય છે. ગુરુવારે સાંજે વલ્લભસદન ખાતે મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે 14થી 24 નવેમ્બર સુધી યોજાનારા નેશનલ બુકફેરનો પ્રારંભ કરાશે. દાણાપીઠ મલ્ટિલેવલ પાર્કિંગનું પણ ખાતમુહૂર્ત કરાશે.5 નવી મોબાઈલ વાન અને મ્યુનિ.તથા ઈન્ટરનેશનલ ફાઈનાન્સ કોર્પોરેશન (આઈ.એફ.એસ) વચ્ચેના એમઓયુના ડોક્યુમેન્ટનું અનાવરણ કરાશે....

ફોટો - http://v.duta.us/KNa9lAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/dNFCSwAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬