ભાવનગર- બાંદ્રા ટ્રેનમાંથી રૂા.15200ની મતાની ચોરી

  |   Vadodaranews

ભાવનગર-બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનમાંથી મુંબઇના વેપારીની બેગની ચોરી થઇ ગઇ હતી. બેગમાં રૂા. 15200 ની મતાની ચોરીની વડોદરા રેલવેમાં ફરિયાદ નોંધાઇ છે.

મુંબઇ વસઇના હેરીટેજ સિટી ખાતે રહેતા અને બિસલરીનો વેપાર કરતાં વિકાસ વાલજીભાઇ કટારિયા ગત 20 ઓક્ટોબરે મોડી રાત્રે વસઇથી ભગત કી કોઠી ટ્રેનમાં અમદાવાદમાં રહેતા કાકાનું અવસાન થતાં તેની વિધીમાં ગયા હતાં. બીજા દિવસ રાત્રે ભાવનગર બાન્દ્રા એક્સપ્રેસમાં મુસાફરી કરતા હતાં. વડોદરા રેલવે સ્ટેશન પસાર થયા બાદ સીટ પર મુકેલી સ્કૂલ બેગની ચોરી થઇ ગઇ હતી. બેગમાં રોકડા રૂા. 5 હજાર, ઘડિયાળ, પાવર બેંક, એટીએમ કાર્ડ સહિત રૂા. 15200 ની મતાની ચોરી થઇ જતાં રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.બનાવના સંબંધમાં પોલીસે વિવિધ લોકોની પુછપરછ હાથ ધરી તપાસને ગહન બનાવી છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/IP1-bwAA

📲 Get Vadodara News on Whatsapp 💬