માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો, આણંદમાં 5 વર્ષનાં ભાઈએ 2 વર્ષની બહેનને મારી ગોળી

  |   Gujaratnews

ઘરમાં જ્યારે નાના બાળક હોય ત્યારે માતા-પિતાએ હંમેશા સાવચેતી રાખવી પડે છે. અને જો નજર હટી તો દુર્ઘટના ઘટી તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આવી જ એક ઘટના બની હતી આણંદના સમરખા ગામે. જ્યાં ઘરમાં રાખેલી એરગન વડે પાંચ વર્ષનાં ભાઈએ બે વર્ષની બહેનને ગોળી મારી હતી. આ છરો બહેનની પીઠમાંથી ઘૂસી ફેફસામાં હૃદય સુધી પહોંચી અટકી ગયો હતો. જો કે અમદાવાદની સિવિલ હોસ્પિટલનાં ડોક્ટરોએ ઓપરેશન કરીને નાનકડી દીકરીનો જીવ બચાવી હતો. પોલીસે છરાને તપાસ અર્થે FSLમાં મોકલી આપ્યો છે.

ઘટનાની વિગતમાં વાત કરીએ તો, આણંદના સમરખા ગામે રહેતાં હિતેષ ઠાકોર ખેડૂત છે. તેમનાં પરિવારમાં પત્ની અને 5 વર્ષ દીકરો અને 2 વર્ષની એક દીકરી છે. ખેતરમાં વાંદરાઓને ભગાડવા માટે તેઓએ ઘરમાં એરગન વસાવી હતી. ગત 5 નવેમ્બરે આ ગન ભૂલથી દીકરા હેમલ પાસે આવી ગઈ હતી. આ સમયે એરગન લોડેડ હતી. હેમલે રમત રમતમાં એરગનનું ટ્રિગર બહેન સામે કરીને દબાવી દીધું હતું. જેને કારણે 2 વર્ષની હેમલની પીઠમાં છરો ઘૂસીને ફેફસાં સુધી પહોંચી ગયો હતો....

ફોટો - http://v.duta.us/pjdwgQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/nWasOgAA

📲 Get gujaratnews on Whatsapp 💬