મેન્સ U-23 | સૌરાષ્ટ્રનો ઉત્તરાખંડ સામે પરાજય
રાજકોટ| મેન્સ અન્ડર-23 વન ડે ટૂર્નામેન્ટના લીગ રાઉન્ડમાં સૌરાષ્ટ્રનો પરાજય થયો છે. ઉત્તરાખંડે ટોસ જીતી સૌરાષ્ટ્રને દાવ આપતા સૌરાષ્ટ્રે 44.3 ઓવરમાં 134 રન કર્યા હતા. જેમાં પાર્થ ભૂતે 43 રન કર્યા હતા. જ્યારે ઉત્તરાખંડના સન્ની કશ્યપે 4 અને વિકાસે 3 વિકેટ મેળવી હતી. બીજી તરફ ઉત્તરાખંડે જીતનો લક્ષ્યાંક 49.1 ઓવરમાં 7 વિકેટ ગુમાવી જીત હાંસલ કરી લીધી હતી. અજીત રાવતના અણનમ 62 રન કર્યા હતા. જ્યારે પાર્થ ભૂતે 3 અને જ્યોર્તિર પુરોહિતે 2 વિકેટ મેળવી હતી. સૌરાષ્ટ્ર હવે પછીનો લીગ મેચ તા.15ના ગોવા સામે રમશે....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/6A3REgAA