રાપરમાં ભાજપના પ્રમુખ અને મહામંત્રીની વરણી કરાઇ

  |   Kutchhnews

રાપર ભાજપ કાર્યાલય ખાતે આજે રાપર તાલુકા ભાજપના પ્રમુખ તરીકે નશાભાઈ દૈયા અને મહામંત્રી તરીકે રામજી સબરા ચાવડા અને કાનજીભાઈ ભાસડીયા.(પટેલ) ની વરણી કરાઈ હતી. ઉપરાંત શહેર ભાજપના હોદ્દેદારો માં પ્રમુખ તરીકે ઉમેશ સોની ને રિપીટ કરાયા હતા જ્યારે મહામંત્રી તરીકે ભીખુભા સોઢા અને નિલેશ માલી ની જાહેરાત કરવામાં આવી હતી. જેને ઉપસ્થિત આગેવાનો- કાર્યકરોએ વધાવી લીધી હતી.

પ્રદેશ ભાજપના નેતા અને બનાસકાંઠા ના સાંસદ અને માજી મંત્રી પરબતભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા અને જિલ્લા ભાજપના મહામંત્રી શૈલેન્દ્સિંહ જાડેજા, દેવનાથ બાપુ અને તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ ડોલર રાય ગોરની ઉપસ્થિતિમાં કરાઈ હતી. રાપર તાલુકાના ગેડી ગામમાંથી તાલુકા પંચાયત ના પ્રમુખ હરખીબેન વાઘાણી હતા અને હવે નસાભાઈ દેયાની વરણી થતા ગેડી ગામને બે તાલુકા પ્રમુખ મળ્યા હતા. આજે થયેલ વરણી માં તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ હમીરસિંહ સોઢા,પૂર્વ પ્રમુખ જયદીપ સિંહ જાડેજા, કારોબારી સભ્ય રાજુભા જાડેજા, કેડીસીસીના પૂર્વ પ્રમુખ પ્રદીપસિંહ સોઢા, મહેન્દ્રસિંહ વાઘેલા, કાનજી ભાઈ ગોહિલ, મોહનભાઈ બારડ, અલાંરખાંભાઈ રાઉમાં, દિલીપભાઈ જાદવ, કુંભાભાઈ સેલોત, ડાયાભાઈ વાઘાણી, મોરારદાન ગઢવી, કમલસિંહ સોઢા, બળવંત ઠક્કર, સામતભાઈ ખોડ, અકબર રાઉમાં, રમેશભાઈ જાદવ, લધુભા વાઘેલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા....

ફોટો - http://v.duta.us/UgHaUgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/rOC61wAA

📲 Get Kutchh News on Whatsapp 💬