અંગદાન / બ્રેન ડેડ વૃદ્ધાના અંગદાનથી પાંચને નવું જીવન મળ્યું, અગાઉ પણ તેમણે ભત્રીજાને એક કિડની આપી હતી

  |   Suratnews

અમદાવાદની આઈકેડીઆરસી ડોક્ટરની ટીમે કિડની અને લિવરનું દાન સ્વીકાર્યું

સુરત: મોપેડ પરથી પડી જતા બ્રેઈન ડેડ થયેલા વૃધ્ધાના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યકિતઓને નવુ જીવન આપી માનવના મહેકાવી સમાજને નવી દિશા બતાવી છે. ચક્કર આવતા મોપેડ પરથી પડી ગયા બાદ મગજમાં લોહીનો ગઠ્ઠો જામી જતા કાંતાબેનને બ્રેઈનડેડ જાહેર કરાયા હતા. મૂળ અમરેલી જીલ્લાના હુડલી ગામની વતની અને અડાજણમાં રહેતા 75 વર્ષીય કાંતાબેન દુર્લભજીભાઈ સાવલિયા પરિવાર સાથે રહે છે. ગત 9 નવેમ્બરે કાંતાબેન અડાજણમાં લેબોરેટરીમાં બ્લડ ટેસ્ટ કરાવીને પુત્રવધુ સાથે એક્ટિવા પર પરત ફરી રહ્યાં હતા. તે સમયે કાંતાબેનને ચક્કર આવતા તેઓ મોપેડ પરથી પડી ગયા હતા. એક્ટિવા પરથી પડતા તેમને માથામાં ગંભીર ઈજા થઈ હતી. બેભાન હાલતમાં તેમને 108 મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સિટી સ્કેન કરાવતા મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો અને સોજો હોવાનું માલુમ પડ્યુ હતું. જેને કારણે ડૉકટરોએ તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા....

ફોટો - http://v.duta.us/yFh8HgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/4yd8agAA

📲 Get Surat News on Whatsapp 💬