અમદાવાદ: અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકાની પ્રાથમિક શાળા ગેરતપુરમાં શિક્ષક તરીકે

  |   Ahmedabadnews

અમદાવાદ: અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકાની પ્રાથમિક શાળા ગેરતપુરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા દર્શના હિતેશભાઇ પટેલે રાજ્યકક્ષાની ખેલ મહાકુંભમાં ચક્ર ફેંકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. હિમ્મતનગરના ભોલેશ્વર રમત ગમત સંકુલ ખાતે આયોજિત રાજ્યકક્ષાના ખેલ મહાકુંભની મહિલાઓ માટેની ચક્ર ફેંક સ્પર્ધામાં દર્શના પટેલે ઉત્કૃષ્ઠ રમતનું પ્રદર્શન કરીને સિલ્વર મેડલ જીત્યો હતો. દર્શના પટેલને સિલ્વર મેડલ જીતવા બદલ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. દર્શના પટેલ નાનપણથી જ રમત ગમત સાથે જોડાયેલી છે અને તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ રમત ગમતમાં ભાગ લઇ અનેક મેડલ્સ જીતી ચૂક્યા છે. દર્શના પટેલના પતિ હિતેશભાઈ પટેલ જ તેમને કોચિંગ આપી રહ્યાં છે. તેઓ પણ પ્રાથમિક શાળા ગેરતપુરમાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/y5MvmQAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬