અમદાવાદ એરપોર્ટનો વિચિત્ર કિસ્સો! હાઈ સિક્યોરિટી વચ્ચે પ્લેનનું ટોયલેટ સાફ કરવાના મશીનની ચોરી

  |   Gujaratnews

અમદાવાદના ડોમેસ્ટીક એરપોર્ટના ટર્મિનલ 4ની બહાર મૂકેલું ટોયલેટ એન્ડ વોશર મશીન જ તસ્કરો ચોરી ગયાની ઘટના બની છે. આ અંગે ખાનગી કંપનીનાં કર્મચારી એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે આવતાં અને જતાનાં તમામ સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજ હાથ ધરી છે. સુરક્ષિત એરપોર્ટનાં બણગાં ફૂકવામાં આવે છે ત્યારે મશીન ચોરાઈ જતાં એરપોર્ટની સિક્યોરિટી ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે.

સરદારનગરનાં હાંસોલ ખાતે રહેતાં અજીક અશોક ગુપ્તા ઓરિયા એવિએશન પ્રા.લિ. કંપનીમાં સ્ટેશન ઈન્ચાર્જ તરીકે કામ કરે છે. તેમની નોકરી ડોમેસ્ટીક એરપોર્ટનાં ટર્મિનલ ચાર પર છે. આ કંપની પ્લેનનાં ટોયલેટ સાફ કરવાનો કોન્ટ્રાક્ટ ચલાવે છે. અને પ્લેનનાં ટોઈલેટ માટે સ્પેશિયલ ટોયલેટ કાર્ડ એન્ડ વોશર મશીનનો ઉપયોગ કરે છે. કંપનીએ 2.85 લાખમાં 2017માં મશીનની ખરીદી કરી હતી....

ફોટો - http://v.duta.us/IFz4AwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/_P7n3wAA

📲 Get gujaratnews on Whatsapp 💬